________________
૨૩૦
સૂત્રસંવેદના-૪
હવે મારે પાપના કટુ વિપાકો ભોગવવા પડશે નહિ, - આ રીતે તે પાપના ભારથી મુક્ત થઈ હળવો ફૂલ બની જાય છે. તેની હળવાશ કેવી છે ? તે સૂત્રકાર એક દષ્ટાંતથી જણાવે છે -
રિક-મરું વ્ર મારવો - ભારવાહ જેમ ભારને દૂર કરીને હળવો થાય છે (તેમ).
પોતાની ક્ષમતા કરતાં અધિક વજન ઊંચકતો મજૂર જ્યારે થાકી જાય છે, ત્યારે ક્યારે આ ભાર ઉતારી હળવાશ અનુભવું ? તેવું વિચારતો હોય છે. તેમાં યોગ્ય સ્થળ આવતાં તે ભારને મૂકી દે છે અને “હાશ !, હવે હળવો થયો’ - એમ હળવાશનો અનુભવ કરે છે. તેમ પ્રતિક્રમણ કરનાર શ્રાવક પણ પ્રતિક્રમણની ક્રિયા દ્વારા મન ઉપરના પાપના ભારને ઉતારીને હળવાશનો અનુભવ કરે છે.
જે શ્રાવકો ભાવપૂર્વક પ્રતિક્રમણ કરે છે, સૂત્રની એક એક ગાથા બોલી પોતાનાં પાપોને યાદ કરી, ગુરુભગવંત સમક્ષ આલોચના અને નિંદા કરે છે; તે શ્રાવકોને આ ગાથા બોલતાં જરૂર એવો અનુભવ થાય છે કે “હાશ ! કર્મનો ભાર ઘટ્યો, મારા પાપના અનુબંધો તૂટ્યા અને મારા કુસંસ્કારો ઓછા થયા.” અને તેથી તે આનંદ પણ અનુભવે છે.
જિજ્ઞાસા: પ્રતિક્રમણની ક્રિયા કરનાર દરેક શ્રાવક આ રીતે પાપથી હળવો થઈ શકે ?
તૃપ્તિ: જે શ્રાવકને પાપનો ભાર લાગે છે, જેને પાપની ચિંતા છે, તેવા શ્રાવકો યથાયોગ્ય રીતે આલોચના-નિંદા કરે છે, માટે તેઓ આ ક્રિયાથી જરૂર હળવાશ અનુભવે છે; પરંતુ જેને પાપ પાપરૂપે લાગતું નથી, જેને પાપની કોઈ ચિંતા પણ નથી, આમ છતાં સામાન્યથી “પ્રતિક્રમણ સારું છે, સૌ કરે છે માટે કરવું જોઈએ આવું સમજી પ્રતિક્રમણ કરે છે; પરંતુ પ્રતિક્રમણ કરતાં જે પ્રકારે પાપનું પ્રકાશન કે નિંદા આદિ કરવાં જોઈએ, તે રીતે જેઓ કરતા નથી, તેઓ પાપથી હળવા થતા નથી.