Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 254
________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૩૩ આ રીતે છએ આવશ્યકમાં સતત પ્રયત્ન કરવાની ભાવના હોવા છતાં પ્રમાદાદિ દોષના કારણે જે સમયે જે આવશ્યક કરવા યોગ્ય હોય અને તે ન થયું હોય, તો પણ દિવસ અને રાત્રિના અંતે તો શ્રાવક આ છ આવશ્યકરૂપ પ્રતિક્રમણની ક્રિયા અવશ્ય કરે છે. આમ વિચારીએ તો પ્રતિક્રમણની આ ક્રિયા ષડૂ આવશ્યકરૂપ છે, માટે તે ષડ્ર આવશ્યક શબ્દથી પણ સૂચિત થાય છે; તો પણ આ છ આવશ્યકની ક્રિયાને પ્રતિક્રમણ' શબ્દથી રૂઢ કરેલી હોઈ તેને “પ્રતિક્રમણ' કહેવાય છે. આ રીતે છ આવશ્યકરૂપ પ્રતિક્રમણમાં યત્ન કરવાથી શ્રાવકને શું ફાયદો થાય છે તે હવે બતાવે છે- . સાવ નવિ વિદુર દોડ - શ્રાવક જોકે. બહુકર્મરવાળો હોય છે, તો પણ. સમ્યગુદર્શનને વરેલો શ્રાવક જોકે શક્ય પ્રયત્ન પાપને ટાળે છે, પાપ કરવું પડે તો પણ રાચીમાચીને કરતો નથી; આમ છતાં પ્રબળ નિમિત્તો ક્યારેક તેને પતનના માર્ગે ધકેલે છે, અને ન કરવા યોગ્ય કાર્યો કરાવી ઘણાં કર્મો બંધાવે છે. આ કારણે શ્રાવક બહુકમરવાળો થાય છે. અથવા બીજી રીતે વિચારીએ તો અવિરતસમ્યગુદૃષ્ટિ કે દેશવિરતિધર શ્રાવક પણ આરંભ-સમારંભમાં જ બેઠેલો હોય છે. તેથી અવિરતિજન્ય પાપ તો તેને પ્રતિક્ષણ લાગે જ છે. આથી પણ શ્રાવક બહુ કર્મરાજવાળો હોય છે. જિજ્ઞાસા બાર વ્રત અને ચૌદ નિયમથી જેણે પોતાનું જીવન સંયમિત કર્યું છે, તેવો શ્રાવક પણ બહુરવાળો કહેવાય ? તૃપ્તિ બાર વ્રત કે ચૌદ નિયમ પણ દરિયા જેટલી અવિરતિ સામે બિન્દુ જેટલી વિરતિ સમાન છે. દુનિયાભરનાં પાપોમાંથી શ્રાવક ધારે તો પણ કેટલા પાપથી અટકી શકે ? જેમ કે પાંચથી અધિક વનસ્પતિ મારે ખાવી નહિ, આટલો નિયમ કરનાર શ્રાવક પણ પોતાના ઘર માટે, કુટુંબ માટે અને ખાવા સિવાયના પોતાના ઉપભોગ માટે કરણ, કરાવણ અને અનુમોદનરૂપે ઘણા વનસ્પતિના જીવોની હિંસા કરે છે. તેથી તેનો વનસ્પતિની હિંસા સંબંધી નિયમ તો સવા વિસા જેટલો પણ નથી, અને અનુમોદનના ત્યાગની તો તેને પ્રતિજ્ઞા પણ નથી. માટે આવા શ્રાવકને પણ અવિરતિનું ઘણું પાપ લાગે છે. આથી આવો દેશવિરતિધર શ્રાવક પણ બહુ રજવાળો છે.

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280