Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 252
________________ ૨૩૧ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ અવતરણિકા : દષ્ટાંત સહિત આલોચનાનો મહિમા સમજાવી હવે પ્રતિક્રમણરૂપ આવશ્યકનો મહિમા દર્શાવતાં કહે છેગાથા : आवस्सएण एएण, सावओ जइ वि बहुरओ होइ । दुक्खाणमंतकिरिअं, काही अचिरेण कालेण ।।४१।। અન્વયે સહિત સંસ્કૃત છાયા : श्रावकः यद्यपि बहुरजः भवति, (तदपि) एतेन आवश्यकेन । अचिरेण कालेन, दुःखानाम् अन्तक्रियां करिष्यति ।।४१।। ગાથાર્થ : શ્રાવક જો કે બહુ પાપરજમય બનેલો હોય છે, તોપણ આ છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ દ્વારા તે અલ્પકાળમાં દુઃખોનો અંત કરે છે. (ભવદુઃખથી મુક્ત થઈ મોક્ષસુખ મેળવે છે.) વિશેષાર્થ : માવસ પU - આ (પ્રતિક્રમણરૂપ ભાવ)આવશ્યક' વડે. સાધુ અને શ્રાવકને જે અવશ્ય કરવા યોગ્ય છે તેને આવશ્યક કહેવાય છે. અથવા જે ક્રિયા કરવાથી અવશ્ય જ્ઞાનાદિ ગુણો પ્રગટે છે, તે આવશ્યક છે. આ 1. અવશ્ય કરવા યોગ્ય, તે ‘આવશ્યક'. અવરવું વર્ષ આવરી. તે માટે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે : समणेण सावएण य, अवस्स-कायव्वं हवइ जम्हा । अंतो अहो-निसिस्स उ, तम्हा आवस्सयं नाम ।।८७३।। સાધુએ અને શ્રાવકે રાત્રિના અને દિવસના અંતે અવશ્ય કરવા યોગ્ય છે, તે કારણથી આ આવશ્યક કહેવાય છે. जमवस्सं करणिज्जं, तेणावस्सयमिदं गुणाणं वा । आवस्सयमाहारो, आ मज्जाया-ऽभिविहिवाई ।।८७४।। अवस्सं वा जीवं करेइ जं नाण-दंसण-गुणाणं । संनेज्झ-भावण-च्छायणेहिं वाऽऽवासयं गुणओ ।।८७५।।

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280