Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 248
________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૨૭ ૫. ભાવકુશલ - વિધિ મુજબ દરેક ધર્માનુષ્ઠાન કરવામાં કુશળ હોય. વિધિ મુજબ કરનાર અન્યને બહુમાન આપે. પોતે તેવી સામગ્રી મળે તો યથાશક્તિ વિધિ મુજબના ધર્માનુષ્ઠાનમાં પ્રવર્તે. સામગ્રી ન મળે, ત્યારે પણ વિધિપૂર્વક કરવાના મનોરથને ન છોડે. ૯. વ્યવહારકુશલ - ગીતાર્થોએ આચરણ કરેલ વ્યવહારમાં કુશળ હોય. દેશ કાળ વગેરેની અપેક્ષાથી ઉત્સર્ગ અને અપવાદ, ગુરુદોષ અને લઘુદોષ વગેરે જ્ઞાનમાં નિપુણ એવા ગીતાર્થો વડે આચરણ કરાયેલ વ્યવહારને દૂષિત ન કરે, જિજ્ઞાસા દિવસ, રાત્રિ, પક્ષ, ચાતુર્માસ કે વર્ષ દરમ્યાન કરેલ સર્વ પાપોનો નાશ પ્રતિક્રમણની આવી નાની ક્રિયાથી થઈ શકે ? તૃપ્તિ ક્રિયા ઘણી મોટી હોય પણ તેમાં ભાવ ન ભળ્યો હોય તો કોઈ ફળ મળતું નથી. જ્યારે ક્રિયા ભલે નાની હોય પરંતુ ભાવની માત્રા તીવ્ર હોય તો કર્મનાશ થાય જ છે. જેમ અઈમુત્તામુનિએ ભગવાને બતાવેલી “ઈરિયાવહિ પ્રતિક્રમણ” ની એક નાની માત્ર ક્રિયા ભાવપૂર્વક કરી, તો તેમણે સર્વ ઘાતકર્મોનો નાશ કરી તરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. * તેથી ‘પ્રતિક્રમણની આટલી નાની ક્રિયાથી આટલાં બધાં પાપકર્મો કેમ ખપશે?” - તેવો વિચાર છોડી, આ ક્રિયાને કેવી રીતે સંપૂર્ણપણે ભગવાનની આજ્ઞાનુસારી અને ભાવવાહી બનાવું, તેવો વિચાર ચાલુ કરી દેવો જોઈએ. જો ક્રિયા ભાવવાહી બનશે તો નક્કી સર્વ પાપોનો નાશ કરશે. આ બંને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે“મંત્ર-મૂલને જાણનાર સુવ શરીરમાં પ્રસરેલ ઝેરને જેમ ખતમ કરી શકે છે, તેમ સુશ્રાવક આલોચના અને નિંદા દ્વારા આઠ પ્રકારનાં કર્મોનો નાશ કરી શકે છે. 3. “અઈમુત્તા' નામના એક નાના રાજકુમારે સંયમ સ્વીકાર્યું હતું. એકદા તે બાળમુનિ સ્થવિર મુનિભગવંતો સાથે સ્પંડિલભૂમિ ગયા હતા. ત્યાં બીજાં બાળકોને પાણીમાં રમતાં જોઈને બાળમુનિ પણ પોતાનું નાનું પાત્ર પાણીમાં તરતું મૂકી રમવા લાગ્યા. આ જોઈ સ્થવિર મુનિ ભગવંતે જણાવ્યું કે “આમ કરવાથી અસંખ્યાતા પાણીના જીવોની વિરાધના થઈ છે. આ સાંભળી અઈમુત્તામુનિને પોતાના પાપનો ખ્યાલ આવ્યો. તેમને ખૂબ દુ:ખ થયું. પ્રભુ પાસે જઈ તેમણે પાપની આલોચના કરી પ્રાયશ્ચિત્તની માંગણી કરી. પ્રભુએ ‘ઇરિયાવહિ'નું પ્રતિક્રમણ કરવા કહ્યું. બાળમુનિએ પ્રભુએ બતાવેલી ક્રિયા પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે ખૂબ ભાવપૂર્વક કરી. પરિણામે તેમણે તે પાપનો તો નાશ કર્યો પણ પાપ પ્રત્યેની જુગુપ્સાથી પોતાનાં સર્વ પાપોનો પણ નાશ કર્યો.

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280