________________
સૂત્રસંવેદના-૪
કરાવવારૂપે હું ત્યાગ કરું છું. હે ભગવંત ! ભૂતકાળમાં કરેલા પાપ-વ્યાપારની નિંદા, ગર્હા કરી, એ પાપપર્યાયવાળા મારા આત્માને વોસિરાવું છું.” આ પ્રકારની પ્રતિજ્ઞા કરી સામાયિકમાં તેના પાલન માટે યથાયોગ્ય પ્રયત્ન કરે છે.
૧૭૨
પ્રયત્ન હોવા છતાં પ્રમાદાદિ દોષોના કારણે આ વ્રત સંબંધી જે અતિચારની સંભાવના છે, તે આ ગાથા દ્વારા જણાવી તેની નિંદા કરી છે.
તિવિષે સુખિન્નાને - ત્રણ પ્રકારનાં દુષ્પ્રણિધાનને વિષે.
‘પ્રણિધાન’ શબ્દનો અર્થ છે એકાગ્રતા, તન્મયતા. તેમાં મન, વચન અને કાયાની દુષ્ટ સ્થાનમાં થતી એકાગ્રતા કે પ્રવૃત્તિને ‘દુપ્રણિધાન’ કહેવાય છે.
સામાયિકનો સ્વીકાર કરી શ્રાવક સમભાવમાં સ્થિર થવા માટે યત્ન કરે છે. તે માટે તે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરે છે, સમભાવને વરેલા મહાપુરુષોનું ધ્યાન કરે છે, તેમનાં નામસ્મરણરૂપ જાપ કરે છે અને બીજી પણ શુભ ક્રિયામાં મન, વચન અને કાયાને સ્થિર કરવા યત્ન કરે છે.
આમ છતાં, અનાદિકાળથી આત્મા ઉપર પડેલા મમતાઆદિના કુસંસ્કારો, સમભાવ માટે બાધક બને તેવા વિચારોમાં મનને પ્રવૃત્ત કરે છે, સમભાવને સ્ખલિત કરે તેવો વાણીનો વ્યવહાર કરાવે છે અને કાયાને અયોગ્ય પ્રવૃત્તિઓ તરફ દોરી જાય છે. સમભાવ માટે બાધક મન, વચન, કાયાનો આવો વ્યવહાર સામાયિક વ્રતને દૂષિત કરે છે. માટે મન-દુપ્રણિધાન, વચન-દુપ્રણિધાન અને કાય-દુષ્પ્રણિધાન આ ત્રણ સામાયિક વ્રતમાં અતિચાર છે. આથી નિરતિચાર સામાયિકની ઈચ્છાવાળા શ્રાવકે ઘર, કુટુંબ કે પરિવારસંબંધી, વ્યાપાર કે વ્યવહાર સંબંધી કે સાંસારિક કોઈ પણ કાર્ય સંબંધી મન, વચન, કાયાની નિરર્થક પ્રવૃત્તિનો સામાયિકના સમય દરમ્યાન ત્યાગ કરવો જોઈએ.
ઞળવઢ્ઢાળે - અનવસ્થાન કે અસ્થિરપણાને વિષે.
‘મનની સ્થિતિ કે સ્થિરતા' તે ‘અવસ્થાન’ અને તેનો અભાવ તે ‘અનવસ્થાન’ છે. સામાયિક વ્રતનો સ્વીકાર કર્યા પછી તેની કાળ-મર્યાદા સુધી મન સ્થિર ન રાખવું, તે અનવસ્થાન નામનો ચોથો અતિચાર છે.
સમભાવના સુખનો જેણે લેશ પણ આસ્વાદ કર્યો હોય અથવા શાસ્ત્રવચનના ૩ આ અતિચારથી બચવા સામાયિકમાં મન-વચન-કાયાના ૩૨ દોષોથી બચવું જોઈએ. તે માટે સૂત્ર સંવેદના-૧ માં સામાઈઅ-વય-જુત્તો સૂત્ર જોવું.