________________
સંલેખના વ્રત
પંચવિતો ગબરો, મા મા દુખ્ત મરાંતે - હે પ્રભુ ! આ પાંચે
અતિચારો મને મરણાંતે પણ ન થાઓ.
૨૦૭
આ પૂર્વે બારવ્રત સંબંધી જે અતિચારો જણાવ્યા, તે વ્રતો સ્વીકાર્યા પછી તેમાં થતી મલિનતારૂપ હતા. અહીં જે અતિચારો જણાવ્યા છે તે આ વ્રત સ્વીકારતાં પહેલાં સુવિશુદ્ધ વ્રતપાલનની પૂર્વ તૈયારી માટેના છે; કેમ કે, આ સંલેખના-વ્રત મરણ સમય નજીક આવતાં કરવામાં આવે છે. સંલેખના-વ્રત અને અંત સમયે સમાધિભાવ ટકાવવો, આ બંને કપરી વસ્તુ છે. તેમાં ટકી જવાય તો, ત્યારે જે વિશિષ્ટ માન-સન્માનની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ મનને સ્થિર રાખવું અઘરું છે,અને ક્યાંક આ કષ્ટથી કાયર થઈ જવાય તો પણ કેવી કામના થાય તે કહી શકાય તેમ નથી. માટે આ બધા ભાવોથી બચવા શ્રાવક રોજ પ્રતિક્રમણ કરતાં પોતાનું પંડિત મરણ થાય, અંતસમયે કોઈ નબળો ભાવ સ્પર્શી ન જાય, અને આ વ્રતનું અણીશુદ્ધ પાલન થાય, તે માટે આ અતિચારોને યાદ કરી તેના પ્રત્યે જુગુપ્સાભાવ પ્રગટાવવા યત્ન કરે.
આ ગાથા બોલતાં શ્રાવક પ્રભુ પાસે પ્રાર્થના કરે કે–
“હે ભગવંત ! હું અત્યારે તો આ શરીરાદિના મમત્વને ત્યજી આ વ્રત સ્વીકારી શકું તેમ નથી તોપણ હે વિભુ ! મરણ સમય નજીક આવતાં જ્યારે આ શરીરાદિની મમતા ત્યજી હું અનશન વ્રત સ્વીકારું, ત્યારે ક્યાંય આવી અયોગ્ય આશંસાઓ મારા વ્રતને મલિન ન કરે ! માન-સન્માનની કોઈ ઈચ્છાઓ મારા મનને વિહ્વળ કરે નહિ. કામ-ભોગની કોઈ ભાવના મારા મૃત્યુને બગાડે નહિ. મારા મૃત્યુને સુધારવા અને અંતસમયે સમાધિ જ્વલંત રાખવા હે પ્રભુ ! આટલું સંત્ત્વ મને જરૂરથી આપજો !”
આ રીતે પ્રાર્થના દ્વારા તે પોતાના હૃદયને એવા ભાવોથી ભાવિત કરે, માનાદિ દોષો પ્રત્યે એવી જુગુપ્સા પ્રગટ કરે, કે નિમિત્ત મળતાં પણ માન-સન્માન કે વૈયિક ભોગની ભાવનાઓ જાગૃત થાય નહિ, અને નિરતિચાર આ વ્રતનું પાલન કરી સમાધિમરણ પામી સદ્ગતિની પરંપરા દ્વારા, શિવસુખ પામી શકે.
ચિત્તવૃત્તિનું ઘડતર :
અંત સમયની તૈયારી :
આરાધનાનું અંતિમ ફળ સમાધિમરણ છે. મરણને સમાધિમય બનાવવા દરેક