________________
૨૧૮
સૂત્રસંવેદના-૪
પાપપ્રવૃત્તિને શાસ્ત્રમાં ‘તપ્તલોહપદન્યાસ”તુલ્ય કહી છે. અર્થાત્ શરીરનો રાગી જીવ શક્ય પ્રયત્ન તપેલા લોઢા ઉપર પગ મૂકતો નથી, અને કોઈક સંયોગોમાં મૂકવો જ પડે ત્યારે પણ ક્યાંય દાઝી ન જવાય તેની પૂરી કાળજી રાખે છે; તેમ સમ્યગુદૃષ્ટિ જીવ પણ શક્ય હોય ત્યાં સુધી પાપ કરતો નથી, આમ છતાં તે કર્મને પરતંત્ર છે, વિષયોની આસક્તિ હજુ તેને નડી જાય છે, વળી સંસારમાં હોવાને કારણે અનિવાર્યપણે અમુક કાર્ય કરવાની તેને ફરજ થઈ પડે છે; પરંતુ ત્યારે પણ તેમાં રાગાદિ અંશો ન ભળી જાય તે માટે તેની આંતરિક જાગૃતિ હોય છે, અને બાહ્યથી પણ હિંસાદિ અધિક ન થાય તેની કાળજી રાખે છે. આથી આ પ્રવૃત્તિથી જે પાપકર્મો બંધાય છે, તે તીવરસવાળાં અને દીર્ઘસ્થિતિવાળાં બંધાતાં નથી, પરંતુ અલ્પરસવાળાં અને અલ્પસ્થિતિવાળાં બંધાય છે; અને આવાં પાપકર્મો તેનું ભવભ્રમણ વધારી શકતાં નથી.
આ ઉપરથી સમજાય છે કે પાપકર્મો દુર્ગતિની પરંપરાને સર્ષે જ તેવો એકાંતે નિયમ નથી. રાચી-કાચી કરેલું નાનું પણ પાપ દીર્ઘ ભવભ્રમણ માટે થાય છે, અને ન છૂટકે, દુઃખાતા દિલે કરેલું મોટું પણ પાપ ભવભ્રમણને વધારી શકતું નથી. બલ્ક તેવા જીવો ટૂંક સમયમાં આ પાપનો નાશ કરી મુક્તિસુખને મેળવી શકે છે.
આથી નક્કી થયું કે આલોચના, નિંદા અને પ્રતિક્રમણ દ્વારા શ્રાવક પાપનો રસ ઘટાડી શકે છે અને પાપ પ્રત્યેનો તિરસ્કારભાવ પ્રગટાવી શકે છે. માટે તેની આ ક્રિયા “હસ્તિસ્નાન” જેવી નકામી જતી નથી, પરંતુ પાપના રસને ઘટાડવારૂપ મોટા લાભનું કારણ બને છે.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે- “પ્રતિક્રમણ કરીને પણ પાપ્રવૃત્તિ તો મારે કરવી જ પડે છે, પણ તેમાં મારે પાપનો બંધ તીવ્ર ન પાડવો હોય તો મારે સમ્યગદર્શનનો પરિણામ જ્વલંત રાખવો પડશે. એ પરિણામ જ્વલંત હશે તો પાપનો બંધ તીવ્ર નહિ પડે, અને ક્યારેક તેનો અંત પણ આવી શકશે. માટે મારે હતાશ થવાની જરૂર નથી, પરંતુ પ્રાપ્ત સમ્યગદર્શનના પરિણામને ટકાવવા અને અપ્રાપ્તને મેળવવા સતત પ્રયત્ન કરવાની જરૂર છે.” 2. તોડવુરસ્વત્યારે વર્ષારોડપિ દિ.. तप्तलोहपदन्यास - तुल्या वृत्तिः क्वचिद्यदि ।। योगदृष्टिसमुशय ७० श्लो ઉપરની સ્થિરાદિચાર દૃષ્ટિઓમાં વેદસંવેદ્યપદ હોવાને કારણે તપાવેલા લોઢા ઉપર પગ મુકવાની ક્રિયાતુલ્ય કર્મના દોષથી ક્યારેક જ હિંસાદિ કાર્યોમાં પ્રવૃત્તિ થાય છે, પ્રાયઃ તો થતી જ નથી.