Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 244
________________ સમ્યગ્દષ્ટિનું પ્રતિક્રમણ ૨૨૩ ભવનાટક ઊભું થયું છે. જન્મ અને મૃત્યુ, હર્ષ અને શોક, સુખ અને દુઃખ, સંયોગ અને વિયોગ : આ બધાનું મૂળ કર્મ છે. કર્મ સાથે આત્માનો સંબંધ ન થાય તો જન્માદિ થવાનો સંભવ જ નથી. શ્રાવક સમજે છે કે વર્તમાનમાં જે કોઈ દુઃખની પરંપરા સર્જાઈ રહી છે, અને ભવિષ્યમાં જે કોઈ દુઃખની પરંપરા સર્જાવાની છે, તેનું મૂળ કારણ મેં બાંધેલાં કર્યો છે. માટે મારે સુખી થવું હોય તો સૌ પ્રથમ આ પાપકર્મોનો નાશ કરવો જોઈએ. હવે પાપકર્મોના નાશ માટે શ્રાવક શું કરે છે, તે જણાવે છે. પર્વ સાસંતો ન નિર્વતો, gિu 3 સુભાવો - એ પ્રમાણે (સુવેદ્ય જેમ ઝેરનો નાશ કરે છે તેમ) આલોચના અને નિંદા કરતો શ્રાવક જલદીથી કર્મોને હણી નાંખે છે. શરીરમાંથી વિષ કાઢવા જેમ ગારૂડિકો મંત્રનો પ્રયોગ કરે છે તેમ સુશ્રાવક પણ રાગ-દ્વેષથી બંધાયેલાં આઠેય પ્રકારના કર્મનો નાશ કરવા સૌ પ્રથમ આલોચના કરે છે. તે માટે સાધક પોતાની ઉપોયગધારાને બાહ્ય વિષયોથી ઉઠાવી જાત તરફ વાળે છે. આત્માના કુસંસ્કારોનો ખ્યાલ આવતાં સાધકનું હૈયું અત્યંત ખળભળી ઉઠે છે. તેને થાય છે કે, જ્યાં મારું નિર્મળ થવાનું લક્ષ્ય અને ક્યાં મારી આ મલિનતા. પોતાના દોષોને દૂર કરવા તે ગંભીરતાથી સંશોધન ચાલુ કરે છે કે પોતે કયા કારણોથી અને કેવી રીતે દોષોનું સેવન કર્યું ? પોતાના કયા કુસંસ્કારો, લાગણીઓ, કષાયો, વિષયો, પ્રમાદ, આર્ત-રૌદ્ર ધ્યાનના પરિણામોને કારણે પોતે ભૂલ કરી તેનો ઊંડાણથી વિચાર કરે છે. જે દોષ સેવાયા તે સંયોગવશ સેવાયા કે લાગણીવશ સેવાયા ? રાચી-માચીને સેવ્યાં કે અકસ્માતથી સેવાઈ ગયા ? પરવશતાથી સવાયા કે સ્વવશતાથી લેવાયા ? સ્વરૂચિથી સવાયા કે પરના આગ્રહથી સેવાયા ? દોષોનું સેવન કરતી વખતે રાગ-દ્વેષની આધીનતા કેવા પ્રકારની હતી ? તેના કારણે ક્યા જીવોનો વધ થયો ? કેટલાને પીડા થઈ ? જૂઠ, ચોરી વગેરેનો કેટલો આશ્રય લીધો ? કોના સુખની ઉપેક્ષા થઈ? કોનું મારાથી અહિત થયું ? કોના હિતની ચિંતા કરવાની રહી ગઈ ? વગેરે સર્વ બાબતોને સમ્યગૂ પ્રકારે આલોચે, વિચારે. આલોચના કર્યા બાદ જેટલા પ્રમાણમાં રાગાદિ અશુભ ભાવો થયા છે તેટલા અથવા તેનાથી અધિક માત્રામાં પશ્ચાત્તાપરૂપ શુભ ભાવ પ્રગટ કરે. શુભ ભાવને પ્રગટાવવા શ્રાવક વિચારે કે “મોહ અને મમતાને આધીન થઈ મેં જે કર્યું છે તે ખોટું કર્યું છે. ભગવાનના

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280