________________
૨૨૨
સૂત્રસંવેદના-૪
મંત્રશાસ્ત્રને જાણનારા ગારુડકો વિધિપૂર્વક મંત્રોના શબ્દોનો ઉચ્ચાર કરે છે, ઉચ્ચરિત શબ્દો વિષ-વ્યાપ્ત વ્યક્તિના શરીરને સ્પર્શે છે, અને ધીમે ધીમે તેના શરીરમાંથી ઝેર નાશ પામતું જાય છે અને તે વ્યક્તિ નિર્વિષ બની જાય છે. અવતરણિકા :
ઉપરની ગાથામાં જણાવેલ દાંતનો ઉપનય જણાવતાં કહે છે – ગાથા :
एवं आलोचयन् च निन्दन् सुश्रावकः । રાપ-પ-સર્જિતમ્, વિઘં વર્ષ ક્ષિi ત્તિ રૂા. અન્વય સહિત સંસ્કૃત છાયા : :
एवं आलोचयन् च निन्दन्, सुश्रावकः । રાપ-પ-સર્જિત વિયં વર્ષ ક્ષિત્તિ રૂા. ગાથાર્થ :
એ પ્રમાણે (સુવૈદ્ય જેમ ઝેરનો નાશ કરે છે તેમ) આલોચના અને નિંદા કરતો સુશ્રાવક, રાગ-દ્વેષથી ભેગાં કરેલાં આઠ પ્રકારનાં કર્મોને જલદીથી નાશ કરે છે. વિવેચન :
કવિદં વર્ષ રા-ટોસ-સમન્નિશં - રાગ અને દ્વેષથી ઉપાર્જિત કરેલ આઠ પ્રકારનાં કર્મોને.
કર્મ જડ છે અને આત્મા ચેતન છે; કર્મ નિર્ગુણ છે અને આત્મા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યસ્વરૂપ ગુણવાન છે. અનંત શક્તિવાન આત્મા પણ મોહથી મુંઝાવાના કારણે અનુકૂળ સામગ્રી મળતાં તેમાં રાગ કરે છે, અને પ્રતિકૂળ સામગ્રી મળતાં તેમાં દ્વેષ કરે છે. આ રાગ-દ્વેષના કારણે આત્મામાં એક એવા પ્રકારનો પરિણામ રૂપ ચીકાશ પેદા થાય છે, કે જેના કારણે આત્મા જ્ઞાનાદિ ગુણોને ઢાંકનાર જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કર્મો (કામણવર્ગણા) સાથે સંબંધમાં આવે છે. આત્મા અને કર્મોનો આ સંબંધ તે જ સંસાર છે, અને આ સંબંધને કારણે આખું આ 1. આ ગાથાના સંદર્ભમાં આલોચનાનો અર્થ છે “ચારે બાજુથી જોવું, તપાસવું, સૂક્ષ્મ રીતે
આત્મનિરીક્ષણ કરવું, નિંદાનો અર્થ છે “જુગુપ્સા” કે તિરસ્કારભાવ.