________________
સામાન્યથી સર્વ પાપોનું પ્રતિક્રમણ
૨૧૫
પ્રાપ્ત થયેલી આ શક્તિનો સદુપયોગ કરવાથી આત્મા મહાસુખને પ્રાપ્ત કરે છે, અને પ્રાપ્ત થયેલી આ શક્તિઓનો દુરુપયોગ કરવાથી આત્માને નરકાદિનાં મહાદુઃખો ભોગવવા પડે છે. માટે નરકાદિનાં દુ:ખોને પ્રાપ્ત કરાવનાર આ મન, વચન, કાયાના યોગોને મનદંડ, વચનદંડ અને કાયદંડ કહેવાય છે. પ્રાપ્ત થયેલ આ ત્રણેય શક્તિઓ દંડરૂપ ન બને તે માટે શ્રાવકે સતત સાવધ રહેવું જોઈએ. તેને દેવ-ગુરુ અને ધર્મરૂપ તત્ત્વત્રી સાથે, અને દર્શન-જ્ઞાન અને ચારિત્રરૂપ રત્નત્રયી સાથે જોડવા યત્ન કરવો જોઈએ. તેમની ભક્તિ, તેમનું ધ્યાન, તેમનાં જ ગુણગાન, અને તેમની જ ઉપાસના કરવામાં ત્રણે યોગોને ઉદ્યમશીલ રાખવા જોઈએ. આમ કરી ત્રણે યોગોને સફળ કરવા જોઈએ. તેના બદલે વિષય કષાયને આધીન બની, આ ત્રણે યોગોને આત્માનું અહિત થાય તેવા હિંસાદિના માર્ગે પ્રવર્તાવવા તે દોષ છે. આ પદ દ્વારા તેની નિંદા કરવાની છે.
ત્તિ, ૩ સમિતુ ન “ ત્રણ ગુપ્તિ અને પાંચ સમિતિના વિષયમાં. શ્રાવકે સામાયિકાદિના કાળમાં સમિતિ-ગુપ્તિનું પાલન અવશ્ય કરવાનું હોય છે, પરંતુ પ્રમાદ આદિ દોષોના કારણે તેનું પાલન ન થયું હોય તો તે દોષરૂપ છે.
નો ફુવારો ૩૫ તં નિંદે - આ સર્વ વિષયોમાં જે અતિચાર થયો હોય તેની હું નિન્દા કરુ .
શ્રાવકને જેનું પાલન કરવાનું છે તેવી વંદન આદિની ક્રિયાઓ ન કરવાથી કે વિપરીત કરવાથી તે તે ક્રિયા વિષયક દોષો લાગે છે, અને શ્રાવકને જે વસ્તુ કરવા યોગ્ય નથી તેવા કષાયો વગેરે કરવાથી આત્મા કર્મમલથી મલિન થાય છે તેથી અશુભ સંસ્કારો આત્મા ઉપર પડે છે, જે ભવની પરંપરાઓને બગાડે છે.
આ કારણથી, આ ગાથા બોલતાં શ્રાવક દિવસભરની પોતાની શુભાશુભ પ્રવૃત્તિ ઉપર દૃષ્ટિપાત કરે છે, અને તેમાં જ્યાં ત્રુટીઓ રહી હોય, પોતે ચૂક્યો હોય, ન કરવા યોગ્ય થઈ ગયું હોય, અને કરવા યોગ્ય રહી ગયું હોય, અથવા અયોગ્ય થયું હોય, તેને યાદ કરે છે; અને તે ભૂલોની આલોચના, નિંદા અને ગર્ભા કરી પુનઃ આવું ન થાય તે માટે સંકલ્પ કરે છે, અને તે દ્વારા શુભાનુષ્ઠાનમાં સ્થિર થવાનો યત્ન કરે છે.