________________
૧૭૬
સૂત્રસંવેદના-૪
વિશેષાર્થ :
સમ્યક્ત્વમૂળ બાર વ્રતમાં દશમું અને શિક્ષાવ્રતમાં બીજું વ્રત ‘દેશાવકાશિક વ્રત'' છે. ‘દેશ'નો અર્થ છે, એક ભાગ, અને ‘અવકાશ' નો અર્થ છે તેમાં અવસ્થાન ક૨વું=તેમાં રહેવું. એટલે કે શ્રાવકે પૂર્વે છઠ્ઠા વ્રત રૂપ દિગ્પરિમાણવ્રત કે અન્ય સર્વ વ્રતો લેતી વખતે મોકળા રાખેલા વિશાળ આરંભના ક્ષેત્રનો સંક્ષેપ કરી અલ્પ આરંભવાળા એક દેશમાં - એક ભાગમાં રહેવું; તે દેશથી અવકાશને ‘દેશાવકાશિક' વ્રત કહેવાય છે.
જીવનો બાહ્ય જગત સાથેનો સંબંધ જ્યાં સુધી છૂટતો નથી, ત્યાં સુધી જીવ આત્મભાવમાં સ્થિરતારૂપ આત્મિક આનંદ પ્રાપ્ત કરી શકતો નથી. આ જ કારણે આત્માનંદને ઈચ્છતો શ્રાવક સમયની અનુકૂળતા મુજબ દુનિયાભરમાં આવાગમન માટે ભટકતા મનને, ત્યાંથી પાછું વાળી આત્મભાવમાં સ્થિર કરવા; દિવસ, રાત્રિ, પ્રહર કે તેથી અધિક સમય રૂપ કાળમર્યાદા નક્કી કરી, પોતાની શમ્યા, ઘર કે શેરીથી અધિક ક્ષેત્રમાં ન જવા-આવવારૂપ ક્ષેત્રસંકોચ કરે છે; તથા દુનિયાભરમાં રહેલી ભોગ-ઉપભોગની સામગ્રીથી બચવા સાતમા વ્રતમાં બતાવેલા ચૌદ નિયમના ગ્રહણ રૂપ દ્રવ્યસંકોચ કરે છે; વળી જે ક્ષેત્ર અને જે દ્રવ્યનો ત્યાગ કર્યો છે, તેના પ્રત્યેના મમત્વનો ત્યાગ કરવારૂપ ભાવસંકોચ કરે છે.
આ રીતે આ વ્રત, આની પૂર્વનાં વ્રતોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની બાંધેલી મર્યાદાઓનો પણ વધુ સંકોચ કરવારૂપ છે. માટે દ્રવ્યથી અમુક દ્રવ્યો સિવાયનાં દ્રવ્યો ગ્રહણ ન કરવાં, ક્ષેત્રથી અમુક ક્ષેત્રની બહાર જવું નહિ, કાળથી નિયત કરેલા સમય સુધી, અને ભાવથી તે તે ક્ષેત્રાદિમાં થતી હિંસાદિના પાપથી અટકવાના ભાવપૂર્વક, આ વ્રતનો સ્વીકાર કરવામાં આવે છે.
આ વ્રતની મર્યાદાનો સ્વીકાર કર્યા પછી શ્રાવકે તે તે સ્વીકારેલ મર્યાદાથી
1 देसावगासिअं पुण दिसिपरिमाणस्स निच्च संखेवो अहवा सव्ववयाणं संखेवो पइदिणं जो उ ।।
- योगशास्त्र प्र. ३-८४ वृत्तौ ‘દિક્પરિમાણ’, વ્રતસંકોચ એ જ દેશાવકાશિક વ્રત છે. દિપરીમાણવ્રત યાવજ્જને માટે કે એક વર્ષ માટે કે ચાતુર્માસ માટે લેવાય છે; જ્યારે દેશાવકાશિક વ્રત એક દિવસ, એક પહોર કે એક મુહૂર્ત ઈત્યાદિ પરિમાણનું લેવાય છે, અથવા રોજ જે સર્વ વ્રતોનો સંક્ષેપ કરવો તે દેશાવગાશિક વ્રત છે.