________________
સૂત્રસંવેદના-૪
માની રાગથી દાન આપવું અથવા ‘આ બિચારા દુઃખી છે, તેમની સેવા કરનાર કોઈ નથી, માટે આપણે સેવા કરવી જોઈએ;' તેવું માની દ્વેષથી કે દયાના પરિણામથી દાન કરવાથી પણ આ વ્રતમાં દોષ લાગે છે.
૧૯૮
જિજ્ઞાસા : શ્રાવકે સંયમી સિવાયના કુસાધુઓને દાન અપાય કે નહિ ?
તૃપ્તિ : કહેવાય છે કે શ્રાવકનાં દ્વાર અભંગ એટલે દાન માટે સદા ખુલ્લાં રહેવાં જોઈએ. તેના દ્વારે આવેલ કોઈ પણ ભિક્ષુક ખાલી હાથે પાછો ન જવો જોઈએ. માટે શ્રાવકે માંગવા માટે આવેલ સંયમી કે અસંયમી કોઈ પણ વ્યક્તિને ભિક્ષા તો આપવી જોઈએ, પણ ભિક્ષા આપતી વખતે તેમના પ્રત્યેના આદર આદિ ભાવ, વ્યક્તિ અનુસા૨ હોવા જોઈએ. દાન લેનાર પાત્ર જો ગુણવાન અને સુસંયમી હોય તો તેમને ભક્તિ-બહુમાન અને અંતરંગ પ્રીતિપૂર્વક દાન આપવું જોઈએ, દુઃખી કે પીડિત હોય તો કરૂણા અને અનુકંપાની બુદ્ધિથી આપવું જોઈએ તથા અન્યને ઔચિત્ય બુદ્ધિથી આપવું જોઈએ.
કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચન્દ્રાચાર્યજીએ તો કહ્યું છે કે - પાત્ર અને અપાત્રની વિચારણા મોક્ષફળવાળા દાનમાં કરવાની છે, પરંતુ અનુકંપાદાનને તો સર્વજ્ઞોએ ક્યાંય પણ નિષેધ નથી કર્યો.
તું નિવે તં ચ ારિહામિ - સુપાત્રદાનના વિષયમાં જે કોઈ દોષ લાગ્યો હોય તેની હું નિંદા કરું છું અને ગુરુ સમક્ષ તેની ગહ કરું છું.
આ ગાથા બોલતાં શ્રાવક દિવસ દરમ્યાન પોતે કરેલા દાનને સ્મરણમાં લાવે. તેમાં ક્યાંય રાગ-દ્વેષ આદિ રૂપ અશુભભાવ નથી ભળી ગયો, તેની તપાસ કરે. તપાસ કરતાં ખ્યાલ આવે કે - સુપાત્રદાનના અવસરે ઘણે ઠેકાણે ભક્તિભાવના બદલે શૂન્યમને દાન કર્યું છે, આદર આદિ શુભભાવ વિના કર્યું છે, કે રાગાદિ ભાવથી કર્યું છે, તો વિચારે કે “મેં આ ખોટું કર્યું છે. આ રીતે દાન કરી મેં પુણ્યકર્મથી મારી જાતને ઠગી છે. ગુણના બદલે દોષનું ઉપાર્જન કર્યું છે. આવી મારી જાતને હું ધિક્કારું છું, અને પુનઃ આવા દોષનું સર્જન ન થાય તે માટે સાવધ બનું છું.”
6. ફર્યાં મોક્ષજે વાને, પાત્રાપાત્રવિવારના । दयादानं तु तत्त्वज्ञैः कुत्रापि न निषिध्यते ।।
- યોગશાસ્ત્ર. તૃતીયપ્રકાશ