________________
૧૯૨
સૂત્રસંવેદના-૪
Pી છે.
.
અથવા લીંબુ વગેરે સચિત્ત પદાર્થવાળા ઢાંકણાવાળી તપેલી આદિમાંથી વહોરાવવું, તે “સચિત્તપિધાન' નામનો બીજો અતિચાર છે.
મુનિભગવંતો અન્યને લેશ પણ પીડા થાય તેવી પ્રવૃત્તિ કરતા નથી. તેથી સચિત્ત એટલે જીવવાળો પદાર્થ, તેમને દાન આપવા યોગ્ય વસ્તુની નીચે કે ઉપર હોય તો દાન આપતાં હલન-ચલનથી તે જીવને પીડા થવાની સંભાવના હોવાને કારણે મુનિભગવંતો આવું દાન લેતા નથી. આથી કોઈ વાર ઉપયોગની સ્કૂલનાથી કે કોઈ વાર લોભાદિથી, દાન નહીં આપવાની બુદ્ધિથી, શ્રાવક દાન આપવા યોગ્ય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકી દે, તો તેને દોષ લાગે છે. વવેણ - પરવ્યપદેશ.
પર' એટલે બીજા અને “વ્યપદેશ' એટલે વ્યવહાર. દાન આપવાની બુદ્ધિથી પારકી વસ્તુને પોતાની કહેવી, અને દાન ન આપવાની બુદ્ધિથી પોતાની ચીજને પણ આ પારકી છે તેમ કહેવું; એ પરવ્યપદેશ નામનો ત્રીજો અતિચાર છે.
આ વસ્તુ મારી નથી, તેમ કહીશ તો મુનિભગવંતો આહારાદિ નહિ લે; તેથી દાન આપવાની તીવ્ર ભાવનાથી પારકી વસ્તુને પોતાની કહેવાથી, અને દાન ન દેવાની બુદ્ધિથી પોતાની વસ્તુને પારકી કહેવાથી; આ વ્રતવિષયક અતિચાર લાગે છે. જૈનધર્મ વિવેક અને ભાવની પ્રધાનતાવાળો છે. પારકી વસ્તુને પોતાની કહેવામાં વિવેકની ઊણપ છે, અને પોતાની વસ્તુને પારકી કહેવામાં ભાવની ખામી છે. ભાવ અને વિવેકની વિકલતાવાળું દાન દોષયુક્ત છે. આવું દાન મુનિને આપવું તે પરવ્યપદેશ” નામનો ત્રીજો અતિચાર છે. મછરે વેવ - માત્સર્ય. માત્સર્યનો અર્થ છે બીજાનું સારું સહન ન થવું અથવા માત્સર્ય એટલે ક્રોધ. બીજાને દાન આપતાં જોઈ કહે કે, “હું કાંઈ તેનાથી ઊતરતો નથી.” એટલે બીજાના દાન કરતાં પોતાનું દાન અધિક છે તેમ બતાવવા દાન કરે, અથવા શ્રમણો કારણ વિશેષે કોઈ વસ્તુની યાચના કરે તો કોપ કરે, ક્રોધથી આપે, અથવા હોય તોપણ ન આપે – આ બન્નેથી “માત્સર્ય' નામનો ચોથો અતિચાર લ્લગે છે.
છાત્રામવા - કાલાતિક્રમ - દાન દેવાના સમયનું ઉલ્લંઘન કરવું. ભિક્ષા આપવાના સમયનું ઉલ્લંઘન કરે. દાન દેવાની ઈચ્છા ન હોવાથી