________________
૧૦૮
સૂત્રસંવેદના-૪
સદે - શબ્દાનુપાત. નિયંત્રિત ક્ષેત્રની બહાર ઊભેલા નોકરાદિને સાક્ષાત્ બોલાવતાં વ્રતભંગનો ભય હોવાથી ખોંખારો ખાઈને કે અવાજ કરી પોતાની હાજરીની જાણ કરવી, તે શબ્દાનુપાત” અતિચાર છે.
હવે ૩ - રૂપાનુપાત અને ઝરૂખો, અગાસી, બારી કે બાલ્કની આદિમાં ઊભા રહી, પોતાના રૂપનું દર્શન કરાવી, હદ બહાર રહેલી વ્યક્તિને અંદર આવવાનો સંકેત કરવો, તે “રૂપાનુપાત’ અતિચાર છે. પુ રવે - પુદ્ગલનું પ્રક્ષેપણ.
ઘર આદિ સ્થાનમાં પોતાની હાજરી છે, તે જણાવવા પુદ્ગલરૂપ કાંકરો, ઢેકું, લાકડું કે અન્ય કોઈ ચીજ ફેંકવી, તે “પુદ્ગલ-પ્રક્ષેપ' નામનો પાંચમો અતિચાર છે.
રેસાવાસિગી, વીણ સિવવાવણ નિદ્ - દેશવકાશિક' નામના બીજા શિક્ષાવ્રતમાં જે અતિચારો લાગ્યા હોય તેની હું નિંદા કરું છું.
આ વ્રતનો સ્વીકાર કર્યા પછી તેના નિરતિચાર પાલન માટે શ્રાવક સ્વાધ્યાયાદિ શુભ ક્રિયાઓમાં મન, વચન, કાયાને જોડે છે. આમ છતાં અનાદિ અભ્યસ્ત પ્રમાદ અને ક્રોધાદિ કષાયો વ્રતને મલિન કરે છે. ઉપર જણાવ્યા તેવા અતિચારોના પરિણામે વ્રતપાલનમાં જે મલિનતા આવી હોય તેની હું અંતઃકરણપૂર્વક નિંદા
કરું છું.
આ ગાથા બોલતાં શ્રાવક વિચારે કે“સર્વ પાપથી મુક્ત થઈ સંયમજીવન સ્વીકારવાની મારી શક્તિ નથી, તો પણ અલ્પ સમય માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની મર્યાઘ નક્કી કરી તેનાથી મનને મુક્ત કરવા મેં આ વ્રતનો સ્વીકાર કર્યો હતો; છતાં પણ વિષય અને કષાયના આક્રમણના કારણે આજના દિવસ દરમ્યાન ક્ષેત્રમર્યાદાની બહારથી વસ્તુ લાવવા, લઈ જવા અંગેના વિચારો મારાથી થઈ ગયા છે, ક્યારેક વાણીનો વ્યવહાર પણ ચુકાઈ ગયો છે અને કાયાને પણ હું નિયંત્રણમાં રાખી શક્યો