________________
નવમું વ્રત
૧૭૩
આધારે જેને સામાયિક વ્રત પ્રત્યે અત્યંત બહુમાન ભાવ પ્રગટ થયો હોય, તેવા સાધકો પ્રાયઃ કરીને અસ્થિર મનથી ક્યારેય સામાયિક કરતા નથી; તો પણ કર્મની પરતંત્રતા અને કષાયોની કુટિલતા બહુ ભયંકર છે. તે ક્યારેક સાધકના મનને પણ સામાયિકના ભાવથી ડગાવી દે છે, ત્યારે આ દોષની સંભાવના રહે છે.
કેટલાક લોકો વળી ઓઘસંજ્ઞા કે લોકસંજ્ઞાથી પ્રેરાઈ સામાયિક વ્રતનો સ્વીકાર કરે છે, પરંતુ તેમને હજુ સમભાવ પ્રત્યે અંતરંગ બહુમાનભાવ હોતો નથી. તે કારણે સામાયિકમાં તેમનું મન સ્થિર રહેતું નથી. સામાયિક ક્યારે પૂરું થશે, તેવા વિચારો તેમના મનમાં ચાલ્યા કરતા હોય છે. તેઓ સામાયિક વિધિવત્ લેતા પણ નથી અને પૂર્ણ પણ કરતા નથી. સામાયિક પ્રત્યે બહુમાન વિનાના આવા સાધકોને આ દોષ નિરંતર લાગ્યા કરે છે. વળી આ રીતે અસ્થિર મનથી સામાયિક કરનાર સમતાનું અંતરંગ સુખ ક્યારેય અનુભવી શકતા નથી. તદ સવિદૂm - તથા સ્મૃતિવિહીનત્વને વિષે.
સામાયિક વ્રતનો સ્વીકાર કર્યા પછી નિદ્રાધીન બનીને કે, શૂન્ય મનસ્કતાથી સામાયિકનો સમય ભૂલી જવો અથવા હું સામાયિકમાં છું તે વાતનું વિસ્મરણ થવું તે “સ્મૃતિ-વિહીનતા” નામનો પાંચમો અતિચાર છે.
આ અતિચાર પણ પ્રાયઃ કરીને સામાયિક પ્રત્યે બહુમાનભાવવાળા શ્રાવકને થતો નથી; કેમ કે જેને આ વ્રત પ્રત્યે બહુમાનભાવ છે, તે તો સુભટની અદાથી સામાયિક કરતા હોય છે. સુભટ જેમ હું યુદ્ધમાં ઊતર્યો છું તે ભૂલી જતો નથી, તેમ મોહને પરાસ્ત કરી સમભાવને સિદ્ધ કરવા સંગ્રામે ચડેલો સાધક “હું સામાયિકમાં છું' તે વાત ભૂલી શકતો નથી; તો પણ પ્રમાદ આદિ દોષોને કારણે ક્યારેક આવી ભૂલ થવાની સંભાવના રહે છે. આવા દોષોથી બચી સમભાવનું સુખ માણવા ઈચ્છતા શ્રાવકે ખૂબ સાવધ અને સજાગ બની સામાયિક કરવું જોઈએ. સામાફક વિતદણ - સામાયિક વિતથ કર્યું હોય.
મન-દુષ્મણિધાન, વચન-દુષ્પરિધાન, કાય-દુષ્મણિધાન, અનવસ્થાન અને મૃતિવિહીનતા આ પાંચે અતિચારોના સેવનને કારણે સામાયિક વ્રત જે પ્રકારે થવું જોઈએ તે પ્રકારે ન થયું હોય, એટલે એ જ કે સામાયિક વિતથ' કર્યું હોય. 1. તિથવ્યુ સન્યાનુવા િ
- અર્થદીપિકા