________________
ચોથું વ્રત
૧૧૯
નથી, તો પણ તીવ્ર વેદોદયકાળે ક્યારેક આ કાર્ય થઈ જાય તો વ્રતભંગ ગણાતો નથી; તો પણ શ્રાવકપણા માટે આ અતિચારો યોગ્ય તો નથી જ. કોઈ પણ સંયોગમાં શ્રાવકે આ અતિચારો ન લાગે તે માટે ખૂબ સાવધ રહેવું જોઈએ. વિવાદ - પોતાનાં સંતાનો સિવાય અન્યના વિવાહ આદિ કરવા-કરાવવા. પોતાનાં સંતાનોની પણ જવાબદારી કોઈ સ્વીકારનાર હોય તો તેમના વિવાહ આદિ કાર્યોને પણ શ્રાવક ન કરે, પણ જવાબદારી ઉપાડનાર કોઈ ન હોય તો પોતાનાં સંતાનો ખોટા માર્ગે ન જાય, કોઈ અનર્થ કરી ન બેસે, તેટલા માટે પોતાનાં સંતાનોના વિવાહ કરવા પડે, પરંતુ અન્યના વિવાહ તો ન કરે. આમ છતાં કોઈ લાગણીના કારણે કે વિશેષ સંબંધોના કારણે અન્યના વિવાહમાં રસ લે તો આ વ્રતમાં પરવિવાહકરણ” નામનો ચોથો અતિચાર લાગે છે. તિત્ર-પુરા - તીવ્ર કામરાગ કરવો.
અશુચિ ભાવના, અન્યત્વ ભાવના આદિને વિચારતા શ્રાવકે પોતાની સ્ત્રીમાં પણ તીવ્ર આસક્તિ ન થાય તેની કાળજી રાખવાની છે, તો પણ પ્રબળ નિમિત્ત મળતાં ક્યારેક વિષયભોગમાં તીવ્ર આસક્તિ થાય, તો તે આ વ્રતનો પાંચમો અતિચાર છે. આ અતિચારથી બચવાં શ્રાવકે કોઈ પણ સ્ત્રીની લાગણીમાં લેવાઈ ન જવાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. - પુરુષપ્રધાન ધર્મ હોઈ અહીં પુરુષઆશ્રિત વ્રત તથા તેના અતિચારો જણાવ્યા છે, પરંતુ તેના ઉપલક્ષણથી સ્ત્રીઓ માટે “સ્વપુરુષસંતોષ અને પરપુરુષગમન વિરમણવ્રત' પણ સમજી લેવાનું છે. પરપુરુષ સાથે રાગાદિને આધીન થઈ કરાતો
વ્યવહાર પણ વ્રતમાલિન્ય કરે છે, માટે અતિચારરૂપ જ છે. - આ રીતે સ્ત્રી અને પુરુષને આશ્રયીને આ વ્રત વિષયક મોટા પાંચ અતિચારો જણાવ્યા, પરંતુ આ સિવાય નાના અતિચારોની પણ વ્રતધારી શ્રાવકે નોંધ લેવી જોઈએ.'
વાસ્થવરૂફાર, પડિક્ષને સિમં સવં - દિવસ દરમ્યાન ચોથા વ્રતના જે અતિચારોનું સેવન થયું હોય, તેનું હું પ્રતિક્રમણ કરું છું. - “ચોથા વ્રતના વિષયમાં ઉપર જણાવ્યા પ્રમાણે દિવસ દરમ્યાન નાના મોટા કોઈ પણ અતિચારોનું આસેવન થયું હોય તેને સ્મરણમાં લાવી, તેના પ્રત્યે