________________
છઠ્ઠું વ્રત
તિબિં = - તિમ્બિંદિશામાં પ્રમાણનું અતિક્રમણ.
· પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ : એ ચાર દિશાઓમાં અને ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્યઃ એ ચાર વિદિશાઓમાં જવાની જે મર્યાદા નક્કી કરી હોય, તે મર્યાદાથી અધિક જવાયું હોય તો આ વ્રત વિષયક ત્રીજો અતિચાર લાગે છે.
૧૩૩
વૃદ્ગિ - પ્રમાણની વૃદ્ધિ.
દશે દિશાઓમાં અવર-જવર માટેના દરેક દિશામાં ૧૦૦-૧૦૦ કિ.મી.ની સીમા સુધી છૂટ રાખી આ વ્રતનો સ્વીકાર કર્યા પછી પણ, કોઈકવાર આકસ્મિક કાર્ય આવી પડતાં સર્વનો સ૨વાળો કરી એક જ દિશામાં ૧૦૦ કી.મી.થી વધુ જવું, એ ચોથો અતિચાર છે.
સમંત દ્વ્રા – પ્રમાણ ભૂલી જવાથી.
દશમાંથી કોઈ પણ દિશામાં જે પ્રમાણ નિશ્ચિત કર્યું હોય, તે વ્યાકુળતાથી, પ્રમાદથી કે મતિવિભ્રમથી ભૂલી જઈને, નક્કી કરેલ મર્યાદાની બહાર જવું તે પાંચમો અતિચાર છે.
જિજ્ઞાસા : આ વ્રતમાં પાંચ અતિચાર જણાવ્યા તેના કરતાં ઊર્ધ્વ-અધો અને તિóિ દિશામાં પ્રમાણથી અધિક જવું - આવવું, આવો એક જ અતિચાર જણાવ્યો હોત તો ? .
તૃપ્તિ : વિચારતાં લાગે છે કે વ્રતપાલનની વિશેષ ચોકસાઈ માટે દરેક દિશાની જરૂરિયાત પ્રમાણે અલગ અલગ મૂક્યા હશે. બાકી આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ જોવામાં આવ્યો નથી.
પઢમમ્મિ મુળવ્વણ નિષે - પ્રથમ ગુણવ્રતમાં જે અતિચાર લાગ્યા હોય તેની હું નિંદા કરું છું.
આ વ્રતનો સ્વીકાર કર્યા પછી અનાભોગથી, સહસાત્કારથી કે કુતૂહલવૃત્તિથી · ક્યારેક વ્રતમર્યાદા ચુકાઈ ગઈ હોય, આવાગમનની ઇચ્છા ઉપર ક્યારેક અંકુશ ન મૂકી શકાયો હોય, આ સર્વ વ્રતવિષયક અતિચાર છે. આ સર્વ દોષોને સ્મરણમાં લાવી તેની અહીં નિંદા કરવાની છે.