________________
સૂત્રસંવેદના-૪
ઈચ્છતો શ્રાવક વિચારે કે “નિષ્પ્રયોજન હ૨વા-ફરવાની ઈચ્છા - એ એક પ્રકારનો રોગ છે. અવિરતિમાં બેઠેલો હું આ વ્રતનો સ્વીકાર નહિ કરું તો દ્રવ્ય કે ભાવહિંસાથી નહિ બચી શકું. માટે ચૌદ રાજલોકમાં ગમનાગમન માટે પ્રસરતી ઈચ્છા ઉપર અંકુશ લાવી મર્યાદિત ક્ષેત્રની બહાર નહિ જવાનો નિયમ કરું. આ રીતે નિયમ કરવાથી મારું મન તે બહારના ક્ષેત્રથી નિવૃત્ત થશે, લોભ મર્યાદિત થશે, તે–તે બહારના ક્ષેત્રોમાં રહેલા જીવોને મારા તરફથી અભયદાન મળશે, વૃત્તિઓ ઘટવાથી આત્માભિમુખ થઈ શકાશે અને મુખ્ય તો બાહ્ય દુનિયાનું વિચરણ અટકશે, જેથી અંતરંગ દુનિયાનું વિચરણ બનશે.” સુલભ આ રીતે વિચારી શ્રાવક ‘દશેય દિશામાં અમુક પ્રમાણથી અધિક મારે ન જવું' તેવો નિયમ કરે.
૧૩૨
=
જયણાના પરિણામને જાળવવા માટે આ વ્રતધારી શ્રાવક શક્ય હોય ત્યાં સુધી વાહનનો ઉપયોગ ન કરે. વાહન વિના પહોંચવું જ્યાં અશક્ય લાગે ત્યાં પણ બને તેટલી હિંસાથી બચવાનો યત્ન કરે. નિરર્થક હિંસાથી મારે બચવું છે, આવો સંકલ્પ અને પ્રયત્ન હોય તો જ આ વ્રતનું પાલન થઈ શકે છે.
અહીં એટલું ખાસ ધ્યાનમાં લેવું કે આ વ્રતનું પાલન માત્ર કાયાથી નથી કે કરવાનું, પરંતુ, મન કે વાણીને પણ નિયમિત ક્ષેત્રથી બહાર જતાં અટકાવવાનાં છે; કેમ કે જ્ગતને જોવાનો, તે-તે સ્થળોમાં હરવા-ફરવાનો જે અધ્યવસાય છે તે જ કર્મબંધનું કારણ છે. કર્મબંધ અને તેના કારણે થતા ભવભ્રમણથી ડરતા શ્રાવકે આ વ્રત દ્વારા જગતને જોવાના, હરવા-ફરવાના, ત્યાં જઈ મજા માણવાના ભાવોને રોકવાના છે. નિશ્ચિત કરેલ ક્ષેત્રની સીમાથી આગળ ક્યાંય ન જવું, આવા નિયમવાળો શ્રાવક ક્ષેત્રમર્યાદાની બહાર પોતે જાય, અન્યને મોકલે કે ત્યાંથી કાંઈ પણ વસ્તુ મંગાવે કે મોકલે તો પણ તેને દોષ લાગે છે.
આ વ્રતના પાંચ અતિચારો આ પ્રમાણે છે
વિસાસુ કરું – ઊર્ધ્વદિશામાં પ્રમાણનું અતિક્રમણ.
ઉપર આકાશમાં, પર્વતની ટોચ ઉપર કે વૃક્ષ ઉપર જવાનું જે પ્રમાણ નક્કી કર્યું હોય, તેનું ઉલ્લંઘન કરવાથી કે ભૂલી જવાથી પ્રથમ અતિચાર લાગે છે.
અન્ને ૬ - અધોદિશામાં પ્રમાણનું અતિક્રમણ.
ભોંયરાઓ, ગુફાઓ, સુરંગો, સમુદ્ર વગેરેમાં નીચે જવામાં જે પ્રમાણ નિયત કર્યું હોય, તેનું ઉલ્લંઘન કરવાથી કે ભૂલી જવાથી બીજો અતિચાર લાગે છે.