________________
આઠમું વ્રત
૧૭.
નથી. આમ છતાં હું શરીરની મમતાથી બંધાયેલો છું. જે કારણે મારે સ્નાનાદિ સર્વ ક્રિયાની જરૂર પડે છે; તો પણ આ ક્રિયાઓ મર્યાદિત રીતે પણ થઈ શકે છે, તેમ છતાં શરીર અને ઈન્દ્રિયોની આસક્તિના કારણે હું ઘણીવાર શ્રાવકજીવનની મર્યાદા ચૂકી ગયો છું. રૂપ અને રસમાં આસક્ત બની, વસ્ત્ર અને અલંકારમાં લુબ્ધ બની, રસ અને ગંધમાં ભાનભૂલો બનીને મેં નિસ્પ્રયોજન ઘણાં પાપો કર્યા છે. આ મેં ખરેખર ખોટું કર્યું છે. આવાં પાપોને કરનાર મારી જાતને ધિક્કાર છે.
હે પ્રભુ ! આ સર્વ પાપોને સ્મૃતિમાં લાવી તે સર્વ પાપોની હું આલોચના કરું છું. પુનઃ આવું પાપ ન થાય તે માટે સાવધ બનું છું અને જીવનભર અસ્નાનાદિ વ્રતને ધારણ કરનારા શ્રમણભગવંતોનાં ચરણોમાં મસ્તકે મૂકી, તેવું સત્ત્વ મારામાં પ્રગટે તેવી તેમની પાસે પ્રાર્થના કરું છું.” : અવતરણિકા :
હવે આ વ્રત સંબંધી પાંચ અતિચારો જણાવે છેગાથાઃ ___कंदप्पे कुक्कुइए, मोहरि अहिगरण भोग-अइरित्ते ।
दंडम्मि अणट्ठाए, तइअम्मि गुणवए निंदे ।।२६।। અન્વય સહિત સંસ્કૃત છાયાઃ :
कन्दर्प कौत्कुच्ये मौखये अधिकरण-भोगातिरिक्ते । दण्डे अनर्थाय, तृतीये गुणव्रते निन्दामि ।।२६।। ગાથાર્થ :
'કંદર્પ (કામવિકાર પ્રગટે તેવી વાણી), કૌત્કચ્ય (વિકૃત ચેષ્ટાઓ), મૌખર્ય (વાચાળપણું), સંયુક્તાધિકરણ અને અતિરિક્ત ભોગ - આ પાંચ અતિચારમાંના ત્રીજા ગુણવ્રત - “અનર્થદંડવિરમણવ્રત સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય, તે અતિચારોનું હું નિન્દારૂપ પ્રતિક્રમણ કરું છું. વિશેષાર્થ :
ખે - કંદર્પ. જેનાથી કામવાસના પ્રગટે તેવાં દૃશ્યો જોવાં, તેવી વાણી ઉચ્ચારવી, અશ્લીલ