________________
સૂત્રસંવેદના-૪
૨. પાપોપદેશ : પાપકાર્ય સંબંધી અન્યને પ્રેરણા આપવી, ઉપદેશ આપવો.
અન્યને પાપ કરવા માટે પ્રેરવા, એ પાપોપદેશ નામનો અનર્થદંડ છે, ઘણીવાર ગૃહસ્થને કોઈક કારણસર પોતાનાં કાર્યો કરાવવા, અથવા બંધુ-પુત્ર આદિને કાર્યમાં જોડવા, પાપકર્મો ક૨વા પ્રેરવા પડે છે. આ અનિવાર્ય એવો પાપોપદેશ છે; પરંતુ આવા પ્રસંગ સિવાય, જેમાં પોતાને કાંઈ લેવાદેવા નથી, પોતાને કોઈ ફાયદો પણ નથી, તો પણ વધુ પડતું વાચાળપણું, બીજાને ઉપદેશ આપવાની કુટેવ વગેરે કુસંસ્કારોના કારણે, ઘણીવાર નિષ્પ્રયોજન પાપકાર્યોમાં શ્રાવક અન્યને પ્રેરે છે. જેમ કે, ખેતર ખેડો, અમુક ધંધો કરો, અથવા તો કોઈવાર ભાઈ-ભાઈ વચ્ચે કે સાસુ-વહુ વચ્ચે થતા સંવાદમાં એવી સલાહ આપે કે “સામે સંભળાવી દો, જેથી વારંવાર તેઓ બોલી ન શકે.”, “દીકરી મોટી થઈ છે તેને ઠેકાણે પાડી દો,” વગેરે. આવી ખોટી સલાહોથી નાહકનો કર્મબંધ થાય છે. તેથી વ્રતધારી શ્રાવકે અનર્થદંડથી બચવા માટે કોઈને આવી સલાહ ન આપવી જોઈએ. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં શ્રાવકે પૂરો વિચાર કરવો જોઈએ. સહજ ભાવે પણ હિંસાદિનું કારણ બને એવી ભાષા ન ઉચ્ચારવી જોઈએ. આ બધા અંગે શ્રાવક ધ્યાન રાખે છે, પરંતુ પોતે સંસારમાં હોઈ ક્યારેક આવી ભાષા તેનાથી બોલાઈ જાય ત્યારે તેને આ વ્રતમાં અતિચાર લાગે છે.
૧૬૦
હવે પછીના અનર્થદંડના બે પ્રકારો બહુ સાવદ્ય છે. તેથી સૂત્રકારે સ્વયં બે ગાથાઓમાં ક્રમસર તેનું વિવેચન કર્યું છે.
સત્યન્તિ-મુસહ-બંતા-તળ-ટ્ટે મંત-મૂત્યુ-મેસજ્ઞે-શસ્ત્ર, અગ્નિ, મુશલ, ઘંટી વગેરે યંત્રો, તૃણ, કાષ્ઠ, મંત્ર, મૂળ, ઔષધિ.
૩. હિંન્નપ્રદાન : હિંસાનાં સાધનો બીજાને આપવાં.
દયાવાન શ્રાવક દાક્ષિણ્યતાના પ્રસંગ સિવાય નીચે બતાવેલી હિંસા કરનારી વસ્તુઓ અન્યને આપે નહિ અને અપાવે પણ નહિ.
5. વૃક્ષમાન્ સમય ક્ષેત્ર, કૃષ વઢવ વાનિનઃ ।
दाक्षिण्याविषये पापोपदेशोऽयं न कल्पते । । ७६ ।।
वृत्तौ - "... सर्वत्र पापोपदेशनियमं कर्तृमशक्तेभ्योऽपवादोऽयमुच्यते । दाक्षिण्याविषय इति । बन्धुपुत्रादिविषयदाक्षिण्यवतः पापोपदेशोऽशक्य परिहारः । दाक्षिण्याभावे तु यथा तथा मौखर्येण पापोपदेशो न कल्पते ।