________________
સાતમું વ્રત
૧૪૫
લલચાય છે. તે ચંચળ અને લાલચુ મનને નિયંત્રિત કરવા માટે મારે આ વ્રત તથા ચૌદ નિયમોનો સ્વીકાર કરવો છે.
અત્યારે મારા મન ઉપર કોઈ કાબૂ નહીં હોવાના કારણે દુનિયાભરની ચીજો સાથે મારું જોડાણ રહે છે. તે સંબંધી વિચારો અને ચિંતન પણ ચાલ્યા કરે છે. હું જાણું છું કે માત્ર કાયિક ભોગથી કર્મબંધ થાય છે એવું નથી, પરંતુ ભોગ સંબંધી વાતો કે વિચારોથી પણ કર્મબંધ ચાલુ જ રહે છે. આ કર્મબંધથી મારી જાતને બચાવવા માટે અને દુનિયાભરના પદાર્થો પ્રત્યેની આસક્તિ અને મમત્વભાવને તોડવા માટે હું આ નિયમો ગ્રહણ કરવા માંગું છું.
મારી જરૂરિયાત હોય ૨૦ દ્રવ્યની, અને જો હું ૫૦ દ્રવ્યથી વધારે નહીં વાપરું' - એવો નિયમ કરીશ તો મારા માટે નિયમનું પાલન કરવું અત્યંત સરળ બની જશે. પરિણામે દરેક વસ્તુ વાપરતાં મને જે નિયમની સ્મૃતિ થવી જોઈએ તે નહીં થાય. તેથી મારે તો ૨૦ દ્રવ્યોની જરૂરિયાત હોય તો “૧૫ દ્રવ્યોથી વધારે નહીં વાપરું' - એવો નિયમ કરવો છે, જેથી નિયમની સંકુચિતતાને કારણે મારા મનને નિયંત્રણમાં લાવવાનો મારો મુખ્ય ઉદ્દેશ જળવાઈ રહે, અને નાહકની રાખેલી છૂટથી વધુ કર્મબન્ધ પણ ન થાય. - નિયમની મર્યાદા બહારની વસ્તુઓ તો મારે નથી જ વાપરવી, પણ મર્યાદિત વસ્તુઓ વાપરતાં પણ મારે રાગાદિત ભાવોથી બચવા સાવધાન રહેવું છે. - પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે રોજ રોજ મારા નિયમોને સંકોચીને હું એવી શક્તિ પેદા કરું કે વહેલામાં વહેલું સાધુ જેવું નિર્લેપ જીવન સ્વીકારી
સવમોપરી(રિ)મોને વીમમિ પુત્ર નિંરે - ભોગોપભોગ પરિમાણ નામના બીજા ગુણવ્રતમાં જે કોઈ દોષ લાગ્યો હોય તેને હું નિંદું છું.
આ રીતે ભોગ-ઉપભોગની સામગ્રીનું નિયંત્રણ કર્યા પછી, ક્યારેક અનાભોગથી કે પ્રમાદાદિ દોષોથી વ્રતની મર્યાદા ચુકાઈ ગઈ હોય, વ્રત દ્વારા આસક્તિને ઘટાડવાનું લક્ષ્ય સુકાઈ ગયું હોય, તો તે સર્વ દોષોને સ્મૃતિમાં લાવી આ ગાથા બોલતાં તેની નિંદા કરવાની છે.