________________
૧૨૦
સૂત્રસંવેદના-૪
ધૃણાભાવ પ્રગટ કરી તે સર્વ અતિચારોથી પાછો વળું છું. પુનઃ ન થાય તેવો સંકલ્પ કરું છું.” આમ વિચારી શ્રાવક સર્વે અતિચારોનું પ્રતિક્રમણ કરે છે.
બ્રહ્મચર્યવ્રતનું ખંડન મહાપાપ છે. તેનાથી દૌર્ભાગ્યપણું, વંધ્યાપણું પ્રાપ્ત થાય છે, વળી દુર્ગતિના ભાજન થવું પડે છે. કામની તીવ્ર આસક્તિથી જ ચક્રવર્તીનું સ્ત્રીરત્ન છઠ્ઠી નરકમાં જાય છે, અને દ્રવ્યથી પણ બ્રહ્મચર્યવ્રતને પાળનાર ચક્રવર્તીનું અશ્વરત્ન સ્વર્ગમાં જાય છે.
બ્રહ્મચર્યના પાલનથી વીર્ય-શક્તિ વધે છે, ઈન્દ્રિયો તેજસ્વી બને છે; જ્યારે વારંવાર મૈથુનનું સેવન કરનારનું શરીર ક્ષીણ થાય છે, ઈન્દ્રિયોની હાનિ થાય છે, વીર્યનો વિનાશ થાય છે.
ભાગવત પુરાણ, મનુસ્મૃતિ, વેદો જેવા જૈનેતર ગ્રંથોમાં પણ મૈથુનનું સેવન પાપ છે, તેમ જણાવી તેનાથી દૂર રહેવાનો ઉપદેશ આપ્યો છે
આ રીતે મૈથુનની અસારતા અને બ્રહ્મચર્યવ્રતની સાર્થકતા વિચારી શ્રાવકોએ શક્ય પ્રયત્ન સર્વથા અબ્રહ્મનો ત્યાગ કરવો જોઈએ. તે શક્ય ન બને તો પણ ભોગવૃત્તિ સંયમમાં રાખવી જોઈએ. પર્વતિથિઓ, કલ્યાણકના દિવસો, શાશ્વતી ઓળી, તીર્થસ્થાનો અને પર્યુષણ વગેરે પર્વોમાં તો બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરવું જોઈએ.
પોતાની જાત ઉપર સંયમ રાખવા છતાં પણ ક્યાંય પ્રમાદ-અનાભોગ આદિથી અતિચાર લાગ્યા હોય તો તેનાથી મલિન બનેલા આત્માને નિંદા, ગહ કરી શુદ્ધ કરવો જોઈએ.
5 ૫ વેદઃ શ્રનો મૂછ મિનિર્વસ્ત્રક્ષય: राजयक्ष्मादयश्चापि, कामाद्यासक्तिजा रुजः ।।
- અર્થદીપિકા 6 “હે યુધિષ્ઠિર !એકરાત્રિ બ્રહ્મચર્ય પાળનારની જે સતિ થાય છે, તે ગતિ હજાર યજ્ઞથી પણ
થઈ શકે કે કેમ, તે કહેવું શક્ય નથી / ૧ / એક બાજુ ચારેય વેદ અને એક બાજુ બ્રહ્મચર્ય, એ બે સમાન છે. તેમ જ એક બાજુ સર્વ પાપો અને એક બાજુ મદિરા અને માંસજન્ય પાપ, એ બન્ને સમાન છે. // ૨ // • સ્થળે સ્થળે ક્લેશ કરાવનાર, યુદ્ધ કરાવી માણસો મરાવી નાંખનાર અને પાપવ્યાપારોમાં તત્પર એવો નારદ પણ મુક્તિપદને વરે છે, તે ખરેખર બ્રહ્મચર્યનું માહાત્મ છે. જો
-અર્થદીપિકા