________________
ચોથું વ્રત
કામાંધ પુરુષોને આ ભવમાં વધ, બંધન, ગળે ફાંસો, નાક કપાવું, ગુપ્તેન્દ્રિયનો છેદ, ધનનો નાશ વગેરે અનેક કદર્થનાઓ સહન કરવી પડે છે. પરંભવમાં તેઓ કપાયેલી ગુપ્તેન્દ્રિયવાળા, નપુંસક, કુરૂપવાળા, દુર્ભાગી, ભગંદરના રોગવાળા થાય છે, અને તેમને નરકમાં પણ અનેક જાતિનાં દુઃસહ દુ:ખોને ભોગવવાં પડે છે.
દુરાચારિણી સ્ત્રીઓ અન્ય ભવમાં વિધવાપણું, ચૉરીમાં રંડાપો, વંધ્યાપણું, મરેલાં બાળકને જન્મ આપવાપણું, વિષકન્યાપણું (સ્પર્શમાત્રથી બીજાને ઝેર ચઢે તેવા શરીરવાળી) વગેરે દુષ્ટ સ્ત્રીપણું પામે છે.
આ સર્વ. બાબતોનો વિચાર કરી સાધકે પ્રમાદનો ત્યાગ કરી નિર્મળ બ્રહ્મચર્યના પાલન માટે તત્પર બનવું જોઈએ.
અવતરણિકા :
૧૧૭
હવે ચોથા વ્રતને દૂષિત કરે તેવી પ્રવૃત્તિ અને વૃત્તિને સૂચવતા પાંચ અતિચારો જણાવે છે
ગાથા :
અરિદિયા-ફત્તર-બળદ-વિવાદ-તિવ્ર-અરાને ધ પત્થવવારે, પડિતમે સિગ સર્વાં।।૬।।
અન્વય સહિત સંસ્કૃત છાયા
અપરિગૃહીતા - ત્વર - અનડું - વિવાહ - તીવ્રાનુરાાન્ | चतुर्थव्रतस्य दैवसिकं सर्वम् अतिचारान् प्रतिक्रामामि ।।१६।।
ગાથાર્થ :
અપરિગૃહીતાગમન, ઈત્વરપરિગૃહીતાગમન, અનંગક્રીડા, પરવિવાહ, અને તીવ્ર અનુરાગ. એ ચોથા વ્રતના પાંચ અતિચારોમાંથી દિવસ દરમ્યાન જે અતિચારોનું સેવન થયું હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું.