________________
સૂત્રસંવેદના-૪
ઠકુરાઈ અને અન્ય ભવે સ્વર્ગાદિ મળે છે. કહ્યું છે કે - અચૌર્યવ્રત પાળનારનું ધન ન્યાયથી મેળવેલ હોવાથી ક્યાંય નાશ પામતું નથી, ઊલટું તે વ્યક્તિ અનેક ગામ, નગર, શહેરનો સ્વામી કે ચિરંજીવ રાજા બને છે. તેથી વિપરીત, આ વ્રત નહિ લેવાથી, લેવા છતાં નહિ પાળવાથી કે અતિચારો સેવવાથી, આ ભવમાં અનેક મનુષ્યો તરફથી નિંદા, ધિક્કાર-તિરસ્કાર વગેરે પરાભવો કે દેશનિકાલ અને ફાંસી વગેરેની સજા, તથા પરભવમાં નરક, અને ત્યાંથી નીકળ્યા પછી મનુષ્ય થાય તો પણ માછીમાર વગેરે નીચ કુળમાં જન્મે; દરિદ્ર, હીનઅંગી, બહેરો, અંધ થાય, તથા તિર્યંચયોનિમાં દુઃખોથી રિબાય માટે વ્રતપાલન અને વ્રત અપાલનનાં પરિણામો વિચારી અચૌર્ય વ્રતનું પાલન કરવું જોઈએ.
૧૦૮
અવતરણિકા :
આ ગાથામાં પ્રમાદના વશથી અપ્રશસ્ત ભાવમાં વર્તતાં, ત્રીજા વ્રતને મલિન કરે તેવી પ્રવૃત્તિઓને સૂચિત કરતાં પાંચ અતિચારો જણાવે છે
ગાથા :
तेनाहs - प्पओगे, तप्पडिरूवे विरुद्धगमणे अ । ઋતુ-ટૂકમાળે, પડિમે વૈર્સિગ સર્વાં ।।૪।।
અન્વય સહિત સંસ્કૃત છાયા :
स्तेनाहत - प्रयोगे, तत्प्रतिरूपे विरुद्धगमने च । છૂટતુા - છૂટમાને, લેવસિજું સર્વ પ્રતિમામિ ।।૪।।
ગાથાર્થ :
ચોરીને લાવેલી વસ્તુનો સ્વીકાર કરવો, ચોરને ચોરી કરવા માટે પ્રેરવો, સારી વસ્તુમાં હલકી વસ્તુની ભેળસેળ કરવી, રાજ્યવિરુદ્ધ કાર્યો કરવાં અને
૩
૫
ખોટાં તોલ અને ખોટાં માપથી લેવું-દેવું : ત્રીજા વ્રતના આ પાંચ અતિચારોમાંથી દિવસ દરમ્યાન જે કોઈ પણ અતિચાર લાગ્યો હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું.
વિશેષાર્થ :
આ વ્રતનો સ્વીકાર કરનાર શ્રાવકે ચોરીની ભયંકરતાનો વિચાર કરીને