________________
બીજું વ્રત
વિશેષાર્થ : “
बीए अणुव्वयम्मी, परिथूलग-अलियवयण- विरईओ અણુવ્રતમાં મોટું જૂઠું બોલવાની વિરતિથી.
-
૯૫
બીજા
બીજા વ્રતનું સ્વરૂપ :
સમ્યક્ત્વમૂળ બાર વ્રતમાં બીજું વ્રત ‘સ્થૂલમૃષાવાદવિરમણ વ્રત’ છે. ‘સ્થૂલ’ એટલે મોટું અને ‘મૃષાવાદ’ નો અર્થ છે ખોટું બોલવું.
ક્રોધથી કે લોભથી, ભયથી કે હાસ્યથી અથવા કોઈપણ પ્રકારના કષાય કે નોકષાયને આધીન બની સ્વ-પરને પીડાકારી જૂઠું બોલવું, તે તો અસત્ય છે જ; પણ આવા કષાયને આધીન બની બોલાયેલું સત્ય વચન પણ મૃષાવાદ છે.
-
* तत्र द्विविधो मृषावादः स्थूलः सूक्ष्मश्च । तत्र परिस्थूलवस्तुविषयोऽतिदुष्टविवक्षासमुद्भवः स्थूलः, विपरीतस्त्वितरः, न च तेनेह प्रयोजनम्, श्रावकधर्माधिकारात् स्थूलस्य प्रक्रान्तत्वात् । અસત્ય વચનના બે પ્રકારો છે : એક સ્થૂલ અસત્ય અને બીજું સૂક્ષ્મ અસત્ય. તેમાં મોટી - બહુમૂલ્ય વસ્તુઓને અંગે બોલાતું અસત્ય, કે જે બોલવાથી, બોલનારને અને અન્યને ઘણું નુકસાન થાય, તેવું અસત્યવચન અતિ દુષ્ટ આશયથી બોલાય છે, માટે તેને ‘સ્થૂલ અસત્ય’ કહેલું છે; અને તેનાથી વિપરીત માત્ર હસવા ખાતર કે ઠઠ્ઠા-મશ્કરી વગેરેથી જૂઠું બોલાય તે ‘સૂક્ષ્મ અસત્ય’ છે.
- શ્રા.ધ.વિ. પ્ર. ગા ૮૯
- પક્ખીસૂત્ર
से कोहा वा लोहा वा भया वा हासा वा नेव सयं मुसं वएज्जा
1. अलियं न भासिअव्वं, अत्थि ह सचं पि जं न वत्तव्वं । सच्चं पि तं न सच्चं, जं परपीडाकरं वयणं । । १ । । श्री संबोध प्र. श्राद्धव्रताधि. गा. १६ જેમ જૂઠું ન બોલવું જોઈએ, તેમ કોઈક સત્ય પણ બોલવા યોગ્ય નથી હોતું; કારણ કે, સ્વરૂપે સત્ય છતાં પણ જે વચન બીજાને પીડા કરનારું હોય તે સત્ય નથી.
जेण भासिएण अप्पणो वा परस्स वा अतीव वाघाओ अइसंकिलेसो वा जायते, तं अट्ठाए वा मट्ठाए वा ण वएज्जति ॥ - આવશ્યકચૂર્ણિ પૃ. ૨૮૫ જે વચન બોલવાથી પોતાને અથવા બીજાને અતિશય વ્યાઘાત થાય અથવા અત્યંત સંકુલેશ અનુભવવો પડે, તેવું વચન સકારણ કે નિષ્કારણ કોઈ પણ પ્રકારે ન જ બોલવું જોઈએ. प्रियं पथ्यं वचस्तथ्यं सूनृतव्रतमुच्यते ।
तत्तथ्यमपि नो तथ्यमप्रियं चाऽहितं च यत् ।। १-२१ ।।
- યોગશાસ્ત્ર
પ્રિય, પથ્ય અને તથ્ય વચનને સૂતૃત (સત્ય) વ્રત કહેવાય છે. જે અપ્રિય કે અહિતકર હોય તે તથ્ય (સત્ય) પણ તથ્ય (સત્ય) જ નથી.