________________
૧૦૪
સૂત્રસંવેદના-૪
*
ચિત્તવૃત્તિનું ઘડતર :
દઢતાથી વ્રતનું અણીશુદ્ધ પાલન કરવા માટે આ ગાથામાં બતાવેલ અતિચારો પ્રત્યે સાવધાની રાખવા ઉપરાંત પુનઃ પુનઃ જૂઠું ન બોલાઈ જાય તે માટે શ્રાવકે આટલા મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપવું. * અનાવશ્યક કાંઈ પણ બોલવું નહિ, અને જ્યારે બોલવું પડે ત્યારે પણ ખૂબ .
વિચાર કરીને ગંભીરતાપૂર્વક ઓછામાં ઓછું બોલવું. ' . ' * ખોટું તો ન જ બોલવું, પરંતુ સત્ય પણ સ્વ-પરનું અહિત કરનારું હોય તો
ન જ બોલવું. * ક્રોધાદિ કષાયની માત્રા જ્યારે અધિક પ્રમાણમાં હોય ત્યારે મૌન ધારણ કરી
લેવું. * સ્વ-પ્રશંસા અને પરનિંદાથી દૂર રહેવું. * બોલતાં પહેલાં ખાસ વિચારવું કે આપણા વચનથી અન્યને શારીરિક કે
માનસિક વગેરે પીડા તો સહન નહીં કરવી પડે ને? + વિકથા આદિથી દૂર રહેવું. + પાંચે ઈન્દ્રિયોના બાહ્ય વિષયો સંબંધી પોતાનું મંતવ્ય આપવામાં સાવધાની
રાખવી. * કોઈ પૂછે તો પણ (૧) વૈરભાવ ઉત્પન્ન કરે તેવું (૨) કોઈની ગુપ્ત વાત પ્રગટ કરનારું, (૩) કઠોર, (૪) શંકાસ્પદ, (૫) હિંસા કરાવનારું, () ચાડી-ચુગલી જેવું વચન ન જ બોલવું.