________________
સૂત્રસંવેદના-૪
પહેમ વયસરૂગાર, પશ્ચિમ રેસિંગ સર્વ - પ્રથમ વ્રત સંબંધી દિવસ દરમ્યાન લાગેલા સર્વ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું.
આ રીતે સર્વ અતિચારોને સ્મરણમાં લાવીને તેનું પ્રતિક્રમણ કરતાં શ્રાવક વિચારે છે કે “પ્રથમ વ્રતનો સ્વીકાર કરીને આજના દિવસમાં ખૂબ સાવધાનીપૂર્વક જીવવાનો સંકલ્પ કર્યો હતો. તે માટે યથામતિ અને યથાશક્તિ યત્ન પણ કર્યો હતો. આમ છતાં પ્રમાદથી, અણસમજથી, અનાભોગથી, સહસાત્કારથી દિવસ દરમ્યાન ઘણા નાના-મોટા અતિચારો આચરાઈ ગયા છે, તે ખરેખર ઘણું ખોટું થયું છે. પુનઃ આવું ન થાય તે માટે તે તે દોષની આત્મસાક્ષીએ નિંદા કરું છું, ગુરુ પાસે તેની ગહ કરું છું અને તેમાંથી પાછો વળવા યત્ન કરું છું.”
આ બન્ને ગાથા બોલતાં શ્રાવક વિચારે કે
તલવારની ધાર ઉપર ચાલવું કદાચ સહેલું છે, પણ સર્વથા અહિંસા વ્રતનું પાલન કરવું અઘરું છે. આવું વ્રત પાળવાનું સામર્થ કે શક્તિ તો મારી પાસે નથી. તે માટેની શક્તિ પ્રાપ્ત થાય એવા ધ્યેય સાથે સ્કૂલથી હિંસા ન કરવી આવું બત મેં સ્વીકાર્યું છે. વ્રત સ્વીકારીને તેનું અણીશુદ્ધ પાલન કરી સંસારસમુદ્ર પાર ઊતરવાની મારી તીવ્ર ભાવના છે, પરંતુ પ્રમાદ આદિ શત્રુઓ મારા વ્રતમાં દૂષણ લગાડ્યા વિના રહેતા નથી. ધન્ય છે તે મહામુનિઓને ! જેઓ મહાવતનો સ્વીકાર કરી આજીવન એનું નિરતિચાર પાલન કરે છે. ધન્ય છે તેવા શ્રાવકોને ! જેઓ સ્થલ હિંસાથી પર રહેવાનું વ્રત લઈ મરણાંત કષ્ટ સહન કરવા છતાં અતિચારની ઈચ્છા માત્ર કરતા નથી. તેઓનાં ચરણોમાં પ્રણામ કરી તેમના જેવું તપાલનનું સત્વ મારામાં પણ ખીલે, તે માટે પરમાત્માને પ્રાર્થના કરું છું, અને પુનઃ દઢતાપૂર્વક વ્રતમાં સ્થિર થાઉં છું.” ચિત્તવૃત્તિનું ઘડતરઃ
વ્રતના ધ્યેયને પ્રાપ્ત કરવા વ્રતધારી શ્રાવકે નીચેની બાબતોમાં ખાસ પ્રયત્ન કરવો. * જે જીવોની હિંસા સંબંધી પોતે નિયમ સ્વીકાર્યો છે તેની હિંસા તો ન જ
કરવી જોઈએ પરંતુ જેની છૂટ છે ત્યાં પણ નિરર્થક સ્થાવર કે ત્રસ જીવની હિંસા ન થાય તેનો ખ્યાલ રાખવો.