________________
- પહેલું વ્રત
ઓળખી શકાય તે માટે તેના નાક, કાન વીંધવાથી, ગળકંબલ, પૂંછડી વગેરે કાપવાથી અતિચાર લાગે છે, પરંતુ રસોળી વગેરે રોગના કારણે ડામ દેવાથી કે ચામડી ઉતરાવવાથી, ચિકિત્સા કરવા માટે કદાચ સર્જરી વગેરે કરવું પડે તો તે વ્રતમાં અતિચાર નથી.
૯૧
મારે - અતિભાર ઉપડાવવો.
શ્રાવકે શક્ય હોય ત્યાં સુધી નોકર-ચાકર કે પશુ આદિ ન રાખવાં જોઈએ, અને રાખવાં પડે ત્યારે પણ તેમની શક્તિનો વિચાર કરી કાર્ય સોંપવું જોઈએ; પરંતુ લોભાદિ કષાયને આધીન થઈ, શક્તિ અને મર્યાદા બહારનો ભાર ઉપડાવવાથી કે અધિક કાર્ય કરાવવાથી આ વ્રતમાં અતિચાર લાગે છે. કેમ કે આ રીતે કરવામાં આ વ્યક્તિ પણ પોતાના જેવી છે.તેવો ભાવ જળવાતો નથી, વળી તેના સુખદુઃખની ઉપેક્ષાનો પરિણામ પણ આવી જાય છે.
મત્તપાળવુછે - ભોજન-પાણીમાં અંતરાય કરવો.
શ્રાવકે ભોજન કરતાં પહેલાં સુપાત્રદાનના વિચારની જેમ પોતાના નોકરચાકર અને પશુના આહારની ચિંતા કરવી જોઈએ. માંદગી વગેરે કા૨ણે ભોજન ન આપવાનું હોય તેવા પ્રસંગો છોડીને સર્વના આહાર-પાણીની વ્યવસ્થા કરીને પછી પોતે ભોજન કરવું જોઈએ. આમ છતાં પ્રમાદાદિના કારણે ક્યારેક ખવડાવવું-પીવડાવવું રહી જાય તો અતિચાર લાગે છે.
આ રીતે પ્રથમ વ્રત સંબંધી પાંચ અતિચારો જણાવ્યા. તેના ઉપલક્ષણથી, જીવોને પીડા થાય તેવી મન, વચન, કાયાની કોઈ પણ પ્રવૃત્તિ કરવી તે આ વ્રતમાં અતિચાર ગણાય છે.
જિજ્ઞાસા : શ્રાવકને જીવોની મોટી હિંસા ન કરવી તેવું વ્રત છે. વધાદિ કરવાથી જીવોની હિંસા થતી નથી, તો વ્રતમાં દોષ કઈ રીતે થાય ?
તૃપ્તિ ઃ આ વ્રત દયાના પરિણામને ટકાવવા અને પ્રગટાવવા માટે છે. તેમાં માત્ર મોટી હિંસાની પ્રતિજ્ઞા નથી પરંતુ નાની હિંસાથી બચવાની ભાવના અને યથાશક્ય પ્રયત્ન હોવા પણ જરૂરી છે. અકારણ તાડન, તર્જન વગેરે કરવાથી દયાના પરિણામનો વિનાશ થાય છે. જો કે જીવની હિંસા ન થવાથી વ્રત ભાંગતું નથી, તો પણ વ્રતમાં મલિનતા તો આવે જ છે; કેમ કે શુભ પરિણામને જગાડવાનું જે વ્રતનું ધ્યેય છે, તે આવી ક્રિયાથી જળવાતું નથી.