________________
પહેલું વ્રત
નયની દયા છે - તેમ સદ્ગુરુભગવંતો કહે છે. આ જ કારણથી જેઓ સર્વ વિકલ્પોને ત્યજી નિર્વિકલ્પભાવમાં રહે છે તેઓ નિશ્ચયનયથી પોતાના * ભાવપ્રાણની રક્ષા કરી શકે છે.
જેઓ ભાવપ્રાણની ઉપેક્ષા કરી કેવળ દ્રવ્યઅહિંસા માટે મહેનત કરે છે, તેઓ વાસ્તવમાં જૈન શાસનની હિંસા-અહિંસાને સમજ્યા જ નથી. આ વાતને સ્પષ્ટ કરતાં આ જ સ્તવનમાં કર્તાએ આગળ જણાવ્યું છે કે, જેઓ પરપ્રાણની દયા પાળે છે, તેમની દયા વ્યવહારથી દયા છે; કેમ કે પોતાની દયા વિના અન્યની દયા કઈ રીતે પાળી શકાય? અર્થાત્ સ્વ-ભાવપ્રાણની ઉપેક્ષા કરનાર સાચી દ્રવ્યદયા પણ પાળી શકતા નથી.
વતની પ્રતિજ્ઞા:
શ્રમણભગવંતો સર્વથા પ્રાણાતિપાત વિરમણ વ્રત સ્વીકારી, સ્વ-પરભાવહિંસાથી બચવા અત્યંત સાવધાન રહે છે, અને પોતાના ભાવપ્રાણોની સુરક્ષા માટે જ દ્રવ્યઅહિંસાનું પણ વિશિષ્ટ પ્રકારે પાલન કરે છે. આ માટે તેઓ સમિતિ અને ગુપ્તિનું સર્વદા સેવન કરે છે.
હિંસાના અનર્થકારી સ્વરૂમને જાણતો શ્રાવક સમજે છે કે “જીવન એવી રીતે જીવવું જોઈએ કે જેમાં કોઈ પણ પ્રકારની હિંસા થાય જ નહિ પરંતુ, અત્યારે મારામાં એવું સત્ત્વ નથી, એવો વૈરાગ્ય નથી કે સર્વથા દ્રવ્ય અને ભાવ હિંસાનો ત્યાગ કરી શકું, તોપણ સર્વ પ્રકારે હિંસાત્યાગનું સન્ત મારામાં પ્રગટે તે માટે અત્યારે હું મારી શક્તિને અનુરૂપ યત્કિંચિતું પણ હિંસાના ત્યાગ સ્વરૂપ પ્રથમ વ્રતનો સ્વીકાર કરું.” એટલે સંપૂર્ણ અહિંસકભાવને પામવાના લક્ષપૂર્વક મોટા જીવોની હિંસાથી બચવા શ્રાવક આ પ્રકારે પ્રતિજ્ઞા કરે કે હું આ જીવને મારું, એવા સંકલ્પપૂર્વક નિરપરાધી ત્રસજીવોની નિષ્કારણ નિરપેક્ષપણે હિંસા કરીશ નહિ.” આવી પ્રતિજ્ઞાનો સ્વીકાર તે જ સ્થૂલ પ્રાણાતિપાતવિરમણ વ્રત છે. શાસ્ત્રમાં આને સવા વસાની એટલે સો ટકાની અપેક્ષાએ .રપ%ની દયા કહેવાય છે. તે આ રીતે –
૩ જેહ રાખે પર પ્રાણને, દયા તાસ વ્યવહારે; નિજ દયા વિણ કહો પર દયા, હવે કવણ પ્રકારે ? I૪-૧૦ll