________________
પહેલું વ્રત
(૧) મદ્ય-મદિરા - મદ્યનો અર્થ મદિરા થાય છે, પણ અહીં મઘ શબ્દથી નશો થાય તેવી કોઈ પણ વસ્તુનો ઉપયોગ (કેફી પદાર્થનું સેવન) તે મઘ નામનો પ્રસાદ “કહ્યો છે, કેમ કે નશાના કારણે વ્યક્તિ પોતાનું સાનભાન ગુમાવી બેસે છે. ઘણીવાર, “મેં આ પ્રકારનું વ્રત સ્વીકાર્યું છે', તે પણ ભૂલી જાય છે, અને ક્યારેક સર્વથા વિવેક ખોઈ વ્રતની મર્યાદાથી ચૂકી જાય છે.
(૨) વિષય - શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પાંચે ઈન્દ્રિયોના આ પાંચ વિષયોમાં આસક્તિ કરવી તે વિષય' નામનો પ્રમાદ છે. આ પ્રમાદને આધીન થયેલા જીવો પોતાના કલ્પિત ભૌતિક આનંદ માટે અન્ય જીવોને કેવો નિરર્થક ત્રાસ થશે તે વિચારી શકતા નથી. આથી વનસ્પતિઓનો વિનાશ કરવો, પાણીમાં તરવું, ધરૂખાનું ફોડી આતશબાજી કરી, અગ્નિ પેટાવવા જેવાં કાર્યો કરી અન્ય જીવોને અકારણે પીડે છે અથવા હિંસા કરે છે.
(૩) કષાય - ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયો અને હાસ્યાદિરૂપ નોકષાયોને આધીન થવું તે કષાય' નામનો પ્રમાદ છે. આ પ્રમાદને પરવશ થયેલ જીવ મન, વચન, કાયાની પ્રવૃત્તિ કરતાં પહેલાં આ પ્રવૃત્તિથી મારું કે અન્યનું શું અહિત થશે ? તે લેશમાત્ર પણ વિચારી નથી શકતો.
(૪) વિકથા - આત્મા માટે અહિત કરનારી કથા તે વિકથા છે. તે ચાર પ્રકારની છે : દેશકથા, રાજ્યકથા, સ્ત્રીકથા અને ભક્તકથા. આ ઉપરાંત ધર્મરત્ના પ્રકરણમાં દર્શનભેદિની, ચારિત્રભેદિની અને મૃદુકારિણી કથાઓનો પણ વિકથા તરીકે ઉલ્લેખ કર્યો છે. જીવનમાં માનવને આનંદ આપે તેવા ઘણા શોખ કે રસ હોય છે. તેમાં વિકથાનો રસ વિશેષ પ્રકારે હોય છે. વિકથાનો રસ પોષવા માનવી
જીવનની કીમતી ક્ષણોને વેડફી નાંખે છે. વળી, આ વિકથામાં ભાન ભૂલેલા જીવો . આવી કથાઓ કરવાથી પોતાનું કે પરનું કેવા પ્રકારે નુક્સાન થશે તે પણ વિચારી
શકતા નથી. નિંદા, અભ્યાખ્યાન, અસત્ય વગેરે પાપો પણ આ વિકથાને કારણે લાગે છે.
(૫) નિદ્રા - પ્રમાણથી અધિક સૂવું તે નિદ્રા નામનો પ્રમાદ છે. નિદ્રામાં સુખ માનનારા ઘોર નિદ્રાના કારણે વ્રતનો ઉપયોગ ચૂકી જાય છે.
આ પાંચ પ્રમાદ તો પ્રમાદ છે જ, પરંતુ તે ઉપરાંત વ્રતપાલનમાં બેદરકારી, શક્તિ છતાં વ્રતનો અસ્વીકાર, સ્વીકાર્યા પછી શુદ્ધ પાલન માટેના પ્રયત્નનો