________________
ચારિત્રાચાર
૭૯
૧૨. અતિથિ સંવિભાગ વ્રત - અતિથિ એટલે સાધુ મુનિરાજ આદિ, તેમને
શુદ્ધ આહાર-પાણીનું સંવિભાગ=દાન આપી પછી વાપરવું તે અતિથિ
સંવિભાગ નામનું ચોથું શિક્ષાવ્રત છે પાંચ અણુવ્રતો તથા ત્રણ ગુણવ્રતો યાવજ્જવ એટલે જીવનભર માટે પણ લેવાય છે, જ્યારે શિક્ષાવ્રત મર્યાદિત સમય માટે જ સ્વીકારાય છે.
[મારે] પરિક્ષ સ સર્વ - (આ બાર વ્રતમાં) દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય તે સર્વનું હું પ્રતિક્રમણ કરું છું.
બારવ્રતના વિષયમાં વિસ્તૃત અતિચારો આગળ ઉપર જણાવવામાં આવશે. અહીં એટલું ખાસ ધ્યાનમાં લેવું કે શક્તિ છતાં આ વ્રતોનો સ્વીકાર કરવામાં ન આવે કે સ્વીકારીને બાહ્ય-અંતરંગ જયણાનું પાલન કરવામાં ન આવે તો અતિચાર છે.
આ ગાથા બોલતાં શ્રાવક આ સર્વ અતિચારોને સામાન્ય રીતે સ્મૃતિમાં લાવે અને દોષથી દોષિત થયેલી પોતાની જાતની નિંદા કરતો વિચારે કે, : “હું કેટલો પ્રમાદી છું કે ગુરુભગવંતે સમજાવ્યા છતાં મહામૂલ્યવાન આ વતોનો મેં સ્વીકાર પણ કર્યો નથી, અને ક્યારેક સ્વીકાર્યા છે તો તેને સંભાર્યા પણ નથી, અને ક્યારેક સંભાર્યા તો પણ તેનું પાલન બાહ્યથી કર્યું, પરંતુ વ્રતપાલન દ્વારા આંતરિક પરિણતિને પલટવા પ્રયત્ન કર્યો નથી. આ મેં ખોટું કર્યું છે. આનાથી મેં મારા આત્માનું જ અહિત કર્યું છે. આ જ કારણે હવે આ દોષથી પાછો વળું છું અને વ્રતમાં સ્થિર થાઉં છું.”
1. तत्राणुव्रतानि गुणव्रतानि च प्रायो यावत्कथितानि शिक्षाव्रतानि पुनरित्वरिकाणि ।