________________
શ્રી સામાયિક વ્રત.
(૪) સામાયિકમાં સ્ત્રી કથા,ત્તિકથા, દેશકથા, રાજકથા, એ ચાર Wા માંહેલી કઈ કથા કરી હોય તે મિચ્છામિંદુક્કડં.
(૫) સામાયિક સમકાએ-સામાયિક કાયાએ બરાબર રીતે. ફાસીયં---સ્પર્શ કર્ય-અંગીકાર કર્યું.પાલીયં-તેવુંજ પાળ્યું. સેહિયં– શુદ્ધ કર્યું. તિયિં-પાર ઉતાર્યું. પિત્તિયંતિ કીધી. આરાહિયઆરાધના કીધી. આણાએવીતરાગ દેવની આજ્ઞાને. અણુપલીયવિશેષે પાળી હોય. નભવઈ તે પ્રમાણે ન વરતાયું હોય. તસ મિચ્છામિકડું– તે ખોટા કીધાનું ફળ નિષ્ફળ થાઓ.
(૬) સામાયિકવિધિએ લીધું, વિધિએ પાળ્યું, વિધિઓ કરતાં અવિધિએ થયું હોય તો મિચ્છામિ , (૭) સામાયિકમાં અતિક્રમ, વ્યતિકમ, અતિચાર, અણાચાર, જાણતા અજાણતાં મને, વચને, કાયાએ કરી કોઇ દોષ લાગે છે તે તમિચ્છામિ દુક્કડં.
(૮)સામાયિકમાં કાને, માત્રા, મીડી, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, એણું અધિક વિપરીત કહેવાણું હોય તે અરિહંત, અનંતા સિદ્ધ કેવળિની સાખે તસ્સમિચ્છામિંs.
(પછી આગળ મુજબ ત્રણ નથુર્ણ કહેવા.)
( [ સામાયિકવ્રત સંપૂર્ણ ] સામાયિક કરતાં મનની દશ, વચનના દશ તથા કાયાના બાર એ પ્રમાણે બત્રીશ દોષ ન લાગે તે માટે નિરંતર ઉપયોગ રાખો. તે બત્રીશ દોષ નીચે પ્રમાણે –
મનના દશ દોષ. ૧ અવિવેક દોષ–સામાયિક કરે તે વારે સર્વ ક્રિયા કરે પણ મનમાં વિવેક ન હોય એટલે સામાયિક શું ચીજ છે તે જાણે નહિ અને વિવેકસહિત સામાયિક કરવાથી કોણ કર્યા છે ? એનાથી શું ફળ પ્રાપ્તિ છે ? એ કેનું સાધન છે ? એમાં કોણ પરસાધ્ય છે? વ્યવહાર સામાયિંક કયું અને નિશ્ચય સામાયિક કયું ? સામાયિકની રીતિ જિનેશ્વરે શા પ્રમાણે કહી
છે વગેરે વિવેક વિના જે સામાયિક કરે તે અવિવેકને પ્રથમ દેષ. ૨ યશ વાંછા દોષ–સામાયિક કરીને કીતિની વાંછના કરે એટલે
સામાયિક તે નિર્જરાને હેતુ છે અને સિદ્ધપદનું સાધન છે તેને બદલે
તેનાથી કીર્તિની વાંછના કરે તે યશ વાંછા દોષ. ૩ ધન વાંછા દોષ–સામાયિક કરવાથી ધન-પ્રાપ્તિની ઈચ્છા કરે તે. ૪ ગર્વ દોષ–સામાયિક લઈને મનમાં ગર્વ આણવો કે હું જ ધર્મ જાણ
નાર છું. હું કેવું સામાયિક કરૂં છું ! બીજા મૂર્ખ લોકો સામાયિક શું સમજે? વગેરે બાબતને જે ગર્વ કરવો તે ગર્વ દેશ. + સ્ત્રીઓએ આ ફેકાણે પુરૂષસ્થા એમ કહેવું.