________________
આપીને પણ તે જો સમજી શકે તેમ હાય તા તેમને તે પ્રકારે ધર્મોપદેશ કરવા. આ ઉપરાંત કેટલાક જીવ એવા છે કે જે આગમપ્રમાણ સમજી શકતા નથી; હેતુ યુક્તિ પ્રમાણુ એ માથાકૂટમાં પણ પડવા તૈયાર નથી. તેવા જીવા માટે ‘ કાંતાસમિત · વિવેચન છે. આમાં જીવનચરિત્ર, રાસ કથા સાહિત્ય આવે છે કે જે માલજીવા સહેલાઈથી સમજી શકે છે અને તે પરથી શિખામણ લઈ પેાતાના જીવનમા ઘડે છે. પ્રથમ વ્યાખ્યાનમાં તત્ત્વચર્ચા, હેતુ યુક્તિ પ્રમાણુ આદિ ચર્ચા અને બીજા વ્યાખ્યાનમાં કથા અથવા જીવનચરિત્ર વાચવાની આજે જે પ્રણાલી છે તે આ ઉપરક્ત ત્રણ પ્રકારના વિવેચન લક્ષમાં લઈ ચાજાઈ હાય તેમ લાગે છે.
શ્રીસિદ્ધચક્રમાં” નવપદ છે. (૧) અરિહંત (ર) સિદ્ધ્ (૩) આચાય (૪) ઉપાધ્યાય (૫) સાધુ (f) દર્શન (૭) જ્ઞાન (૮) ચારિત્ર અને (૯) તપ. આમાં (૧) અને (ર) એ દેવતત્ત્વમાં, (૩), (૪) અને (૫) એ ગુરૂતત્ત્વમાં અને (૬), (૭), (૮) અને (૯) એ ધર્મતત્ત્વમાં આવે છે. હવે આપણે એ ત્રણ તત્ત્વના સંક્ષેપમાં વિચાર કરી લઇએ.
અરિહંત અને સિદ્ધ' એ એ તત્ત્વા દેવતત્ત્વનાં છે. જીવને મેહનીયકને ક્ષય થતાં ખારમા ગુરુસ્થાને જેને ત્રીજી સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી ધ્યાન શરૂ કરવાનું છે, તે પુરૂ કરતાં જ્ઞાનાવરણુ, દેશનાવરણ અને અંતરાય એ કર્મોના ક્ષય થતાં તેમને કેવળજ્ઞાન, કેવલગ્દર્શન થાય છે. સ કેવળજ્ઞાની