Book Title: Siddhachakra Mahatmya
Author(s): Anandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
Publisher: Ramanlal Jechand Shah

View full book text
Previous | Next

Page 9
________________ થતા જીવન પર પર્યાય પરિણમનથી કે સ્વપર્યાયપરિણમનથી જીવનાં આત્મપ્રદેશમાં ન્યૂનાધિકતા થતી નથી માત્ર પ્રદેશની ચંચળતા પૂરતી પ્રદેશની હેરફેર થઈ તે પછી સ્થિતિ સ્થાપકતા ધારણ કરી લે છે. આ વસ્તુ આપણે અતિક્રોધ, માન આદિ ઉપર ચઢીએ છીએ ત્યારે આપણે અનુભવી શકીએ છીએ; તેથી ઉ૯ અનાસક્ત અને સમતાવાન પુરુષમાં પણ તેવી સમવૃત્તિ પણ અનુભવગમ્ય છે. પરંતુ કર્મ પુદ્ગલની બાબતમાં તેમ નથી ત્યાં તે તેના સ્વપર્યાયપરિણમન અને પરપર્યાય પરિણમનમાં કર્મનાં પુદ્ગલ વધે છે પણ ખરાં, ઓછા પણ થાય છે અને અંતે તેને ક્ષય થતાં વ્યક્તિની અપેક્ષાએ નષ્ટ પણ થાય છે. અકામનિર્જરા અને સકામનિર્જરા આ રીતે સમજાવ્યા પછી “સિદ્ધચક્ર માહાત્મયનાં વ્યાખ્યાનસંગ્રહના મુખ્ય મુદ્દા પર આવીએ. આ વ્યાખ્યાનમાં ૯પદેશ કેવી રીતે આપ તે વિષે વાત છે. જે શ્રોતા તેને ઉપદેશ એમ શાસ્ત્ર ટૂંકમાં કહે છે. આમાં તે વાત બીજી રીતે રજુ કરી છે. ઉપદેશ ત્રણ પ્રકારે આપવાને છે (1) પ્રભુસંમિત (૨) મિત્રસંમિત અને (૩) કાંતાસમિત વિવેચન દ્વારા આગમપ્રમાણરૂપ પ્રભુસંમિત ઉપદેશ છે, શ્રદ્ધાવાળા માટે આટલું જ બસ થઈ પડશે; વિશેષ કાંઈ નહિ. શ્રદ્ધાવાળા સિવાય કેટલાક જીવ એવા હોય છે કે જે હેતુ યુક્તિ પ્રમાણ વગર વાત જ કરતા નથી, તે તેમના માટે “ મિત્રસંમિત ” વિવેચન તૈયાર છે; હેતુ યુક્તિ પ્રમાણ આપી શકાય તેટલા

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 326