________________
ફળે છે, તેને માટે લડવાનું નથી હોતું. ફરજ બજાવ તે હક માટેની લડત તેનાથી જ સર્વોત્તમ રીતે અને સે ટકા સરળતાથી લડાઈ જાય છે. આ બાબતમાં પણ જેકસનું મંતવ્ય બરાબર એક બને છે. ઉપરનું જે બરાબર સમજાય તે “આપણને જણાશે કે, તેની ફરજોનું બીજું પાસું વર્ણવવામાં તેના હકો આવી જાય છે.” હક અને ફરજ એક જ સાચી નાગરિક્તાનાં બે પાસાં જ છે. માત્ર હક માટે લડાલડી કરી યુરોપે, પેલી ઢાલની બે બાજૂની વાતમાં વર્ણવેલી મૂર્ખતા વહારી છે, એટલે ઈશારે અહીં બસ થશે. એનું કારણ એના સમાજશાસ્ત્રમાં હેવી જોઈતી મૌલિક માનવતાની અખંડતાની આધ્યાત્મિક્તાનો અભાવ છે. જેસ આ બાબતમાં સુધારો કરે છે, અને કહે છે કે, મારી વ્યાખ્યા પ્રમાણે “માણસ સમગ્ર વિશ્વને નાગરિક હોઈ, ભૌતિક તત્ત્વને એટલે કે આ પાર્થિવ સાધનસામગ્રીને ટ્રસ્ટી છે અને તેથી કરીને આધ્યાત્મિક પ્રાણી છે. માણસ ભૌતિક જ ઊસરડ્યા કરનાર વેઠિયે નથી; તે તે ગુણવિકાસ સાધનાર સાધક છે. “કદ કે જશે એ મુખ્યત્વે સ્થળને લગતી વસ્તુ છે, ત્યારે ગુણ એ કાળને લગતી વસ્તુ છે. સ્થળભાવનાવાળી વસ્તુઓના જથા તરફ જ નજર રાખે છે, ત્યારે કાળભાવનાવાળે તે વસ્તુઓના ગુણ તરફ જશે આજે બજારને ઇષ્ટદેવ થઈ પડ્યો છે.... પરંતુ ગુણ એ તે વસ્તુને “આત્મા” છે. જેઓ તેની પૂજા કરવા ઈચ્છે છે, તેઓએ તે પૂજા ખરા જીગરથી અને સત્યતાપૂર્વક કરવી જોઈએ. ગુણપૂજા ધર્મનું સાદામાં સાદું તથા સૌથી વધુ સમજી શકાય તેવું સ્વરૂપ છે....અને “નીતિ” એ નામ માણસના
ગુણ” માટે વપરાતાં અનેક નામોમાંનું જ એક છે.” (પા. ૧૯૦.) ગાંધીજીના શબ્દો ટાંકું તે, “મારા પ્રયોગમાં તે આધ્યાત્મિક એટલે નૈતિક; ધર્મ એટલે નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ.” (“આત્મકથા 'ની પ્રસ્તાવનામાંથી)
આ પ્રકારે વિચાર કરતાં કરતાં જેકસ એવી કક્ષાએ પહોંચે છે કે જ્યાં સમાજ- કે લેક- સંગ્રહ અને વ્યક્તિની જીવનસાધના એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org