________________
१८
કે લાકની મજૂરી ખાઈ જાય છે. જૅક્સ ‘ ફુરસદને હક' પણ કબૂલ કરે છે. ‘ પરંતુ હંમેશાં એ શરતે કે, તેને કારણે તે બીજા માણુસાને પોતાના ગુલામ ન બનાવે; અને સામેથી તેને એવેા જ હક છે કે, ખીજાએ તેને પાતાને ગુલામ ન બનાવે. એ બાબતમાં જેમ એ તેમને ટ્રસ્ટી છે, તેમ તેઓ પણુ એ બધી ખાખતમાં તેના ટ્રસ્ટી છે.’ ( પા. ૧૫૩. )
<<
-
આ પ્રકારના સમાજ ત્યારે કેવા હાય ? આવા ઔદ્યોગિક સમાજના આદર્શ શે ? તરત સમજાય છે કે, ‘એ આદર્શ જગવ્યાપી અને જગત જેટલા ઊંડા એક એવા સમાજના આદર્શ છે કે, જે અરસપરસ ટ્રસ્ટીપણાના સંબંધથી બંધાયેલા અને રાજના કામકાજમાં અન્યાન્ય પ્રત્યેની વફાદારીથી પ્રાણવાન બનેલા માણસાના બનેલા છે. રાષ્ટ્રસંધની વ્યાખ્યા પણ આ પરિભાષામાં આપી શકાય !' (પા. ૧૫૩.) આવા સમાજમાં સહકારતત્ત્વ તે આવી જ ગયું. પરંતુ સહકાર અને સગાન વચ્ચે ભેદ છે. સહકારની વ્યાખ્યા યાંત્રિક નથી. જૅક્સના શબ્દોમાં જ જોઈ એ ઃ સહકાર એટલે માનવ પ્રયેાજા સિદ્ધ કરવામાં શક્તિના અચાવ કરવાની પદ્ધતિ- એવા ઘણી વાર અર્થે કરવામાં આવે છે. અને અવ્યવસ્થિત પ્રયત્નની સરખામણીમાં તેનાથી શક્તિના બચાવ થાય છે પણુ ખરા. પરંતુ તેની આ જાતની વ્યાખ્યાને જ્યારે એવા અર્થે કરવામાં આવે છે કે, જેમ જેમ સહકાર વ્યાપક બનતો જાય, તેમ તેમ માનવજીવન નૈતિક દૃષ્ટિએ સહેલું બનતું જાય, ત્યારે તેને જરૂર ખાટા કહેવા જોઈ એ. સહકાર સિદ્ધ કર્યાં એટલે સંકલ્પશક્તિને કામ કરવામાંથી મુક્તિ મળી ગઈ, એવું હરિંગજ નથી બનતું. ઊલટું, ત્યાર પછી તા મનુષ્યની સ ંકલ્પશક્તિને વધુ ઉચ્ચ તથા મુશ્કેલ ભૂમિકાએ નવું કામ કરવાનું આવે છે.......સહકાર એટલે માણસની સંકલ્પશક્તિને કડાકૂટમાંથી, મેાજામાંથી, જોખમમાંથી કે જવાબદારીમાંથી મુક્ત કરી, તેને પોતાની વૃત્તિ કે સ્ફૂર્તિ અનુસાર મરજી મુજબ જીવવાના માર્ગ ખુલ્લા કરી આપનાર વસ્તુ, એવા એને અર્થ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org