Book Title: Sankshipta Nirvan Pad
Author(s): Viraktanand Maharaj
Publisher: Viraktanand Maharaj

View full book text
Previous | Next

Page 11
________________ લક્ષ્યમાં રાખી અનેક વિદ્વાનોએ ધાર્મિક સાહિત્યની રચના કરેલ છે. આ બધા ગ્રંથનું શ્રેય લેક અને પરલેકના સાથે સાથે ઉત્તરોત્તર સ્વરૂપને જાણવું તે જ માનવનું ચરમ લક્ષ્ય છે. આથી ચાર પુરૂષાર્થોની વાત કહેવામાં આવી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ અંતીમ પુરૂષાર્થ છે. અર્થાત તે શ્રેષ્ઠ પુરૂષાર્થ છે. આ જ વાતને મુંડકોપનિષદુમાં સમજાવતાં કહ્યું છે કે :છે વિઘે વેદિતવ્ય ઈતિ બ્રહ્મવિદ વદતિ પર ચે વાપરે ચા ' અર્થાત બે વિદ્યાઓનું અધ્યયન કરવાનું કહ્યું છે. આ બેમાંથી એક “પા” કહેવાય છે અને બીજી અપરા” કહેવાય છે. પરા એટલે વેદ અને અપરા એટલે બ્રહ્મવિવાઆત્મવિદ્યા, જેને જાણવાથી જન્મ મરણને ફેરે ટળી જાય છે. તેનું નામ બ્રહ્મવિદ્યા. આ વિદ્યાને વ્યવહારીક રીતે સમજાવવા માટે અનેક દર્શન શાસ્ત્રો છે. જેના ઉપરથી અનેક વાદની ઉત્પત્તિ થઈ છે. જેવા કે-કેવલાદ્વૈત, શુદ્ધાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, સત્કાર્યવાદ, પરિણામવાદ, વિવર્તવાદ, સ્વાદુવાદ વિ. આવે જ એક વાર છે અજાતિવાદ. આ અજાતિવાદનું વિસ્તૃત વર્ણન માંડૂકય ઉપનિષદુ ઉપર પૂજ્ય શ્રી ગૌડપાદાચાર્યજી મહારાજ કૃત કારિકાઓ છે. જેમાં આ વાદનું સારી રીતે વર્ણન કરવામાં આવેલ છે. જેમાં પરમાર્થ શું? તે પ્રશ્ન કરી આ પ્રમાણે કહેવામાં આવ્યું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 310