Book Title: Samudrik Shastra
Author(s): Unknown
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 11
________________ અધ્યાય કરનાર જોઈએ. એ ગુઢ રહસ્યને યથાર્થ સ્વરૂપે પરખવાની કલા તે જયોતિષવિદ્યા છે. માનવીના જીવન પર નિરાશાનો પહાડ ગબડાવવા માટે કે મનુષ્યની દ્રષ્ટિ સામે ભાવિ આક્રમણને સ્પષ્ટ કરી તેને ભડકાવી મારવા માટે આ વિદ્યાનું સર્જન નથી થયું. માનવદેહ પર આવી પડનાર ભાવિભયને દ્રષ્ટિ સમિપ રાખી તેનાથી સાવધ રહેવા ને સમય વર્તે સાવધાન થવાના માર્ગ સૂચન અર્થેજ જ્યોતિષ વિદ્યા છે, આ તિષવિદ્યાનાં અંગે અને ઉપગેને સુક્ષ્મ દ્રષ્ટિએ નિહાળવાની આવશ્યકતા છે. એ સુક્ષ્મ દ્રષ્ટિ મુળતત્વની વધુ ને વધુ નજદીક દેરી જશે. એ સુક્ષ્મદ્રષ્ટિની સાધનાથી જયોતિષ એ ગપાકવિદ્યા મટી જઈ સત્ય વિદ્યાના સ્વરૂપમાં પરિવર્તન પામી માનવસમાજને માર્ગદર્શક થઈ શકશે. મનુષ્યના ભુત, વર્તમાન અને ભવિષ્યને જાણવાનું મુખ્ય સાધન આ તિષ વિદ્યા છે, એ ત્રિકાલદશ છે. ભુતની કાળી કંદરામાં લુપ્ત થયેલ, વર્તમાનની વહેતી ગંગામાં વહી રહેલ ને ભાવિના અદ્રષ્ય પર પાછળ સંતાયેલ-સર્વ પ્રકારના બનાવની માણસને તે યથાશકિતએ રૂપરેખા દેરી આપે છે. આ મહાવિદ્યાને આધારે શ્રમપુર્વક યત્નશીલ થવામાં આવે તે આપેલી આગાહીઓ અનુસારજ બનવા પામે છે. આ પ્રકારનાં અનેક કારણને લઈને જ. આ સંસારમાં જ્યોતિષવિદ્યાને “ત્રિકલિદક મહાવિદ્યા” તરીકેની પ્રસિદ્ધિ મળી છે. સનાતન સમયથી મનુષ્યના મનમાં ભાગ્યચક્રના ભુગર્ભમાં સંતાયેલાં શુભાશુભ કાર્યો અને તેનાં ફલો વિષે માહિતગાર થવાની મહત્વાકાંક્ષા હતી. આ મહત્વાકાંક્ષા દિનપ્રતિદિન બલવત્તર થતી ગઈ. તેના ઉતેજને તેઓએ પ્રારબ્ધપટ પર આલેખાયહી જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 228