________________
અધ્યાય
કરનાર જોઈએ. એ ગુઢ રહસ્યને યથાર્થ સ્વરૂપે પરખવાની કલા તે જયોતિષવિદ્યા છે.
માનવીના જીવન પર નિરાશાનો પહાડ ગબડાવવા માટે કે મનુષ્યની દ્રષ્ટિ સામે ભાવિ આક્રમણને સ્પષ્ટ કરી તેને ભડકાવી મારવા માટે આ વિદ્યાનું સર્જન નથી થયું. માનવદેહ પર આવી પડનાર ભાવિભયને દ્રષ્ટિ સમિપ રાખી તેનાથી સાવધ રહેવા ને સમય વર્તે સાવધાન થવાના માર્ગ સૂચન અર્થેજ
જ્યોતિષ વિદ્યા છે, આ તિષવિદ્યાનાં અંગે અને ઉપગેને સુક્ષ્મ દ્રષ્ટિએ નિહાળવાની આવશ્યકતા છે. એ સુક્ષ્મ દ્રષ્ટિ મુળતત્વની વધુ ને વધુ નજદીક દેરી જશે. એ સુક્ષ્મદ્રષ્ટિની સાધનાથી જયોતિષ એ ગપાકવિદ્યા મટી જઈ સત્ય વિદ્યાના સ્વરૂપમાં પરિવર્તન પામી માનવસમાજને માર્ગદર્શક થઈ શકશે. મનુષ્યના ભુત, વર્તમાન અને ભવિષ્યને જાણવાનું મુખ્ય સાધન આ તિષ વિદ્યા છે, એ ત્રિકાલદશ છે. ભુતની કાળી કંદરામાં લુપ્ત થયેલ, વર્તમાનની વહેતી ગંગામાં વહી રહેલ ને ભાવિના અદ્રષ્ય પર પાછળ સંતાયેલ-સર્વ પ્રકારના બનાવની માણસને તે યથાશકિતએ રૂપરેખા દેરી આપે છે. આ મહાવિદ્યાને આધારે શ્રમપુર્વક યત્નશીલ થવામાં આવે તે આપેલી આગાહીઓ અનુસારજ બનવા પામે છે. આ પ્રકારનાં અનેક કારણને લઈને જ. આ સંસારમાં જ્યોતિષવિદ્યાને “ત્રિકલિદક મહાવિદ્યા” તરીકેની પ્રસિદ્ધિ મળી છે.
સનાતન સમયથી મનુષ્યના મનમાં ભાગ્યચક્રના ભુગર્ભમાં સંતાયેલાં શુભાશુભ કાર્યો અને તેનાં ફલો વિષે માહિતગાર થવાની મહત્વાકાંક્ષા હતી. આ મહત્વાકાંક્ષા દિનપ્રતિદિન બલવત્તર થતી ગઈ. તેના ઉતેજને તેઓએ પ્રારબ્ધપટ પર આલેખાયહી જીવન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com