________________
સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | પ્રસ્તાવના નિર્ણય થાય છે. એના કારણે સામાન્યથી પ્રવાદ છે કે “સ્યાદ્વાદના મતમાં પદાર્થને જે રીતે કહેવો હોય તે રીતે કહી શકાય એ પ્રકારનું કથન મિથ્યા છે. વસ્તુતઃ અનુભવ અનુસાર પદાર્થના યથાર્થ સ્વરૂપને સ્પર્શનાર કથનને જ કહેનાર સ્યાદ્વાદ છે, જેનો અપલાપ કરવામાં આવે તો પદાર્થના વાસ્તવિક સ્વરૂપનો અપલોપ થાય છે એ પ્રકારે શાસ્ત્રવચન, યુક્તિ અને સ્વ અનુભવ અનુસાર જોવાની માર્ગાનુસારી પ્રજ્ઞા પ્રસ્તુત ગ્રંથના અધ્યયનથી પ્રાપ્ત થાય છે.
છદ્મસ્થતાને કારણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ.સં. ૨૦૬૮, ચૈત્ર વદ-૩, તા. ૯-૪-૨૦૧૨, સોમવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org