Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 14
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ / દ્વિતીય કાંડ | પ્રસ્તાવના વળી, અવધિજ્ઞાન પૂર્વે અવધિદર્શન થાય છે તે પણ પૂર્વના અવધિજ્ઞાનથી અનુવિદ્ધ જ છે અને ઉત્તરમાં જે અવધિજ્ઞાન થાય છે તે પણ પૂર્વના અવધિદર્શનથી અનુવિદ્ધ જ છે, તેમ શ્રુતજ્ઞાન પણ પૂર્વના મતિજ્ઞાનથી અનુવિદ્ધ છે અને પૂર્વનું મતિજ્ઞાન તેની પૂર્વના દર્શનથી અનુવિદ્ધ છે. તેથી શ્રુતજ્ઞાનમાં પણ ગૌણરૂપે દર્શનઉપયોગ છે. વળી, મન:પર્યવજ્ઞાનમાં સામાન્યથી દર્શન નથી એ પ્રકારનો જ સર્વત્ર પ્રવાદ છે, આગમમાં પણ મન:પર્યવજ્ઞાનમાં દર્શન નથી એમ કહ્યું છે તોપણ છબીને મન:પર્યવજ્ઞાન સુધી દર્શનપૂર્વક જ જ્ઞાન થાય છે તેમ ગાથા-૩માં સ્થાપન કરેલ છે અને ગાથા-૧૮માં મન:પર્યવજ્ઞાનમાં પણ કઈ રીતે દર્શનનો ઉપયોગ છે તે બતાવીને શાસ્ત્રકારે મન:પર્યવજ્ઞાનમાં દર્શન નથી તેમ કહ્યું છે તેનું તાત્પર્ય શું છે તેની સ્પષ્ટતા ગાથા૧૯માં કરેલ છે. વળી, મતિજ્ઞાનના ૨૮ ભેદથી પૃથક ચક્ષુદર્શન, અચક્ષુદર્શન છે પરંતુ વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહરૂપ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન નથી. મનથી અચક્ષુદર્શન થાય છે અને ચક્ષુથી ચક્ષુદર્શન થાય છે, જ્યારે શેષ ઇન્દ્રિયોથી અચક્ષુદર્શન થતું નથી, છતાં દર્શનપૂર્વક જ છબસ્થને જ્ઞાન થાય છે તેથી શેષ ઇન્દ્રિયોના બોધમાં પણ મન દ્વારા જ વ્યંજનાવગ્રહની પૂર્વે ચક્ષુદર્શન થાય છે તે સર્વ પદાર્થોની વિચારણા સૂક્ષ્મ યુક્તિપૂર્વક પ્રસ્તુત કાંડમાં કરેલ છે. વળી, કેવલીના કેવલનો એક ઉપયોગ હોવા છતાં તેના જ્ઞાનના વિષયભૂત દ્રવ્યને અને પર્યાયને આશ્રયીને જ કેવલજ્ઞાન અને કેવલદર્શન છે, પરંતુ કેવલજ્ઞાનનો ઉપયોગ અન્ય છે અને કેવલદર્શનનો ઉપયોગ અન્ય છે, એમ નથી તે કથન અનેક યુક્તિઓ દ્વારા પ્રસ્તુત કાંડમાં સ્થાપન કરેલ છે. વળી, કેવલજ્ઞાન સાદિઅનંત છે એ પ્રકારનું વચન ગ્રહણ કરીને તેના વિષયમાં પણ જે એકાંતવાદ પ્રવર્તે છે તેનું નિરાકરણ કરીને કેવલજ્ઞાન કઈ અપેક્ષાએ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે તેનું અનેક સૂક્ષ્મ યુક્તિઓથી પ્રસ્તુત કાંડમાં સ્થાપન કરેલ છે. વળી, છદ્મસ્થ સાધના કરીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યારે કેવલી અવસ્થામાં તે મહાત્માઓ સંઘયણવાળા છે, શરીરવાળા છે, શરીરજન્ય શાતા-અશાતાના ઉપયોગવાળા છે, યોગ્ય જીવના ઉપકાર અર્થે તે તે પ્રકારની ઉપદેશાદિની પ્રવૃત્તિ કરે છે તે સર્વ પણ જીવની પરિણતિસ્વરૂપ છે અને તે કેવલજ્ઞાન જીવની પરિણતિથી અપૃથભૂત છે. આથી જ કેવલીને શુક્લલેશ્યા પ્રવર્તે છે તે શુક્લલેશ્યાથી અનુવિદ્ધ જ કેવલીનો કેવલજ્ઞાનનો ઉપયોગ છે. જે વખતે કેવલી સર્વ કર્મથી મુક્ત થાય છે ત્યારે દેહધારી અવસ્થામાં જે કેવલજ્ઞાનનો ઉપયોગ હતો તેના કરતાં વિલક્ષણ એવો સિદ્ધઅવસ્થાનો કેવલજ્ઞાનનો ઉપયોગ થાય છે, તેથી ભવસ્થકેવલજ્ઞાનનો નાશ થાય છે અને સિદ્ધસ્થકેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે તે કથન પણ પ્રસ્તુત કાંડમાં સૂક્ષ્મ યુક્તિથી બતાવેલ છે. જેથી સ્યાદ્વાદી જે કાંઈ બોલે છે તે બુદ્ધિરૂપી ચક્ષુથી દેખાતા પદાર્થનું અવલોકન કરીને યથાર્થ કથન કરે છે તેવો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 168