Book Title: Sammati Tark Prakaran Part 02
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 13
________________ સમ્મતિતર્ક પ્રકરણ ભાગ-૨ | દ્વિતીય કાંડ | પ્રસ્તાવના ત્યાં પ્રથમ જીવનો બોધ નિરાકારરૂપે દર્શન છે અને સાકારરૂપે જ્ઞાન છે તેમ બતાવીને જેમ દ્રવ્ય પર્યાયથી અનુવિદ્ધ જ છે અને પર્યાય દ્રવ્યથી અનુવિદ્ધ જ છે પરંતુ ઘટ, પટની જેમ પૃથક્ નથી તેમ દર્શનનો ઉપયોગ જ્ઞાનના ઉપયોગથી અનુવિદ્ધ જ છે અને જ્ઞાનનો ઉપયોગ પણ દર્શનના ઉપયોગથી અનુવિદ્ધ જ છે તેમ બતાવીને કેટલાક એકાંત દર્શનવાદી પર્યાયને સ્વીકારે છે અને દ્રવ્યનો અપલાપ કરે છે. વળી, કેટલાક એકાંત દર્શનવાદી દ્રવ્યને સ્વીકારે છે અને પર્યાયનો અપલાપ કરે છે. વળી, કેટલાક નૈયાયિક આદિ એકાંત દર્શનવાદી દ્રવ્યને અને પર્યાયને સર્વથા પૃથક્ સ્વીકારે છે તેમ સાકારઉપયોગને અને નિરાકારઉપયોગને પણ સર્વથા પૃથક્ સ્વીકારનારા દર્શનવાદીઓ પદાર્થને યથાર્થ જોનારા નથી તેની સ્પષ્ટતા અનેક યુક્તિથી પ્રસ્તુત કાંડમાં કરેલ છે. ૨ આથી જ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિથી જોવામાં આવે ત્યારે અનર્પિતરૂપે પર્યાયનો સ્વીકાર ન કરવામાં આવે તો પર્યાયનિરપેક્ષ દ્રવ્ય નહીં હોવાથી તે નયની પ્રરૂપણાના વિષયભૂત વસ્તુના પણ અભાવની પ્રાપ્તિ થાય છે. તેમ જેઓ ‘દર્શનઉપયોગ પૂર્વમાં પ્રવર્તે છે, જ્ઞાનઉપયોગ ઉત્તરમાં પ્રવર્તે છે' તેમ સ્વીકારીને પૂર્વનો દર્શનનો ઉપયોગ પણ તે કાળમાં વર્તતા પોતાના મતિજ્ઞાનના ક્ષયોપશમભાવની પરિણતિથી અનુવિદ્ધ છે, છતાં તેનો અપલાપ કરીને ‘માત્ર દર્શનનો ઉપયોગ છે' તેમ કહે છે અને ઉત્તરનો જ્ઞાનનો ઉપયોગ પણ પૂર્વના દર્શનના ઉપયોગથી અનુકૃત હોવાને કારણે જ્ઞાનના ઉપયોગકાળમાં પણ દર્શનથી અનુવિદ્ધ જ જ્ઞાન છે, છતાં ‘જ્ઞાન અને દર્શન પરસ્પર અનુવિદ્ધ નથી, પરંતુ પૂર્વઉત્તરભાવિ ભિન્ન ઉપયોગરૂપ છે’ તેમ જે એકાંતવાદી માને છે તેઓ દર્શનના અને જ્ઞાનના પારમાર્થિક સ્વરૂપને જોનારા નથી તેથી દર્શનના ઉપયોગને જ્ઞાનના ઉપયોગથી રહિત સ્વીકારે છે અથવા તે દર્શનના ઉપયોગમાં વર્તતો જે જ્ઞાનનો ઉપયોગ છે તેનો અપલાપ કરે છે, તેઓ દર્શનના ઉપયોગનો પણ અપલાપ કરે છે; કેમ કે જ્ઞાનથી અનનુવિદ્ધ માત્ર દર્શન નથી તેથી તે કથનના વિષયભૂત વસ્તુ જ જગતમાં નથી તેમ સિદ્ધ થાય છે તે બતાવીને કઈ રીતે છદ્મસ્થના દર્શનના ઉપયોગમાં દર્શનના ઉપયોગકાળમાં જ જ્ઞાનની અનુવિદ્વતા છે અને કઈ રીતે જ્ઞાનના ઉપયોગમાં જ્ઞાનના ઉપયોગકાળમાં જ દર્શનની અનુવિદ્ધતા છે તેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત કાંડની બીજી ગાથામાં કરેલ છે. વળી, કેવલીના ઉપયોગમાં કેવલજ્ઞાન, કેવલદર્શન કઈ રીતે વર્તે છે તેની વિસ્તૃત ચર્ચા પ્રસ્તુત દ્વિતીય કાંડમાં કરેલ છે. જેથી ઉપયોગમાં પણ સ્યાદ્વાદની મર્યાદા અનુસાર જોવામાં ન આવે તો વાસ્તવિક વસ્તુનો અપલાપ થાય છે તેવો માર્ગાનુસારી બોધ થાય છે. વળી, છદ્મસ્થને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચાર જ્ઞાનો હોય છે, તે ચારે જ્ઞાનો દર્શનપૂર્વક જ થાય છે તેની યુક્તિ ગાથા-૩માં આપેલ છે. વળી, શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે તેથી મતિજ્ઞાન પૂર્વે દર્શન થાય છે, ત્યારપછી મતિજ્ઞાન થાય છે, ત્યારપછી શ્રુતજ્ઞાન થાય છે, માટે શ્રુતજ્ઞાનમાં સાક્ષાત્ દર્શન નથી, પરંતુ મતિજ્ઞાનના પૂર્વનું દર્શન જ મતિજ્ઞાનરૂપે થઈને ઉત્તરના શ્રુતજ્ઞાનરૂપે પરિણમન પામે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 168