________________
કોશિશ કરશે. પોતાના શરીર અને જીવને સલામત રાખવા પૂરી કોશિશ કરશે. અને જ્યારે તે જ આત્મા મોક્ષસન્મુખ થશે ત્યારે તે ભાવમુક્તિ પામવાની કોશિશ કરશે. આમ આત્માનો ગુણ જ મુક્તિનો છે.
જ્ઞાનથી કે અજ્ઞાનથી દરેક આત્માને બંધન ખૂબ જ દુઃખકારક લાગે છે. જ્યાં સુધી અજ્ઞાન દશામાં છે. ત્યાં સુધી તે સંસારમાં પોતાની રીતે સ્વચ્છંદતાથી રહેવાને મુક્તિ માનશે અને તેના માટે કોશિશ કરશે. અને જ્યારે સાચું જ્ઞાન આવશે ત્યારે આખા સંસારથી મુક્તિમાટેની બધી જ કોશિશ કરશે.
આપણે જેને મુક્તિ કે મોક્ષ કહીએ છીએ તેનો સાચો અર્થ એ છે કે આત્માને સુખનો એવો અનુભવ થાય કે જે તેની અંદર જ હોય અને કાયમી હોય. આ જ મોક્ષની વ્યાખ્યા છે. કાયમનું સુખ આત્માને સંસારની કોઈપણ ગતિમાં મળવાનું નથી. દેવલોકના લાંબા આયુષ્યનો પણ અંત થાય છે અને ત્યાંના સુખને છોડીને બીજો જન્મ લેવો પડે છે.
સાચા ધર્મની પણ વ્યાખ્યા એ જ છે કે જે આત્માને કાયમી શાશ્વત સુખને પમાડે. એ જ માર્ગને સમ્યમાર્ગ અને સમ્યધર્મ કહેવાય.
આમ, આત્માનો મૂળ સ્વભાવ મુક્તિ પામવાનો છે.
સંસાર ફરતાં ફરતાં કાયમી સુખની પ્રાપ્તિ માટે ઝંખતો, દરેક ભવમાં દુઃખનો અનુભવ કરતો તે એક એવા મુકામ (સ્થાન) પર પહોંચે છે કે જ્યાં તેને સાચા સુખનો અર્થ સમજાય છે અને પછી તેના માર્ગને શોધતો શોધતો જ્યારે તેને એ માર્ગ મળે છે ત્યારે તે મુક્તિને પામે છે.
આ માર્ગને આપણે ‘‘જૈનધર્મ” કહીએ છીએ જે મુક્તિ અને અવ્યાબાધ સુખ અપાવે છે.
આ માર્ગ ઉપર ચાલનાર દરેક આત્મા મુક્તિને પામ્યા છે.
હવે આગળ આપણે આ માર્ગ શું છે? અને તેના પર કેવી રીતે ચાલવું એ વિષય ઉપર પ્રકાશ કરવાનો પ્રયત્ન કરીશું.
૨૨
સમકિત