________________
એ પુત્રને ધિક્કાર છે! મા – બાપનું માને નહિ, એ પુત્રને ધિક્કાર છે, સેવા કરી જાણે નહિ, એ પુત્રને ધિક્કાર છે. ૧ ભીના કરી કેરા કર્યા, છોટા થકી મોટા કર્યા, ઉપકાર ન માને માતના, એ પુત્રને ધિક્કાર છે. ૨ દેવું કરી પરણાવીયા, વળી ઘરેણું પણ અપાવીયા, દેવું ભરે ના બાપનું, એ પુત્રને ધિક્કાર છે. ૩ પરણ્યા પછી જુદે રહ્યા, પત્ની લઈને સાથમાં, દમન – પણે દાવા કરે, એ પુત્રને ધિકાર છે. ૪ મોજે કરે મનફાવતી, હોટલ સીનેમામાં જઈ, માત મરે દાણ વિના, એ પુત્રને ધિક્કાર છે. ૫ દેવ-મંદિર સમા આપણા, મા–બાપ સાચા દેવ છે, આશિષ લ્યો અંતર થકી, માતા-પિતા ભગવાન છે.
એ ઉપકાર કેમ ભૂલાય? ટગ – મગ પગ ટકતે નહિ, ખાઈ ન શકતો ખાજ, ઊઠી ન શકતો આપથી, લેશ હતી નહિં લાજ..૧ તે અવસર આણી દયા, બાળકને માં - બાપ, સુખ આપે દુઃખ વેઠીને, એ ઉપકાર અમાપ...૨
અમૃત છાયા અમૂલ્ય સ્નેહ માતા – પિતા અમૃત છાયા, એ અવનિમાં અમૂલ્ય છે, બાળક ભૂલે સેવા કરવી, એ તે હીમાલયન ભૂલ છે. ૧ અડસઠ તીરથ ઘેર આંગણે, તે તીરથ કરવા કાં જઈએ? એ ચરણના ચરણામૃતથી, ગંગા-જળનું કાંઈ મૂલ્ય નથી. ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org