________________
ભાભરવાળા અહી કન્યા પરણાવવા આવે તે રૂ. પા એક દેરાસરના ભંડારમાં નાખે એવો લાગે છે ૩ શ્રી ધર્મનાથ ભવનું દેરાસર - પરામાં ગોડીજીની ખડકીમાં આ શિખરબંધી મંદિર આવેલું છે. ભમતી સાથેનું આ મંદિર પથ્થરથી બાંધેલું છે.
મૂળનાયક શ્રી ધર્મનાથ ભની પ્રતિમા વારાહીથી લાવવામાં આવી છે. મૂળ ગભારામાં મૂળનાયક સાથે ૬ આરસની અને ૧૦ ધાતુની જિનપ્રતિમાઓ છે.
મૂળ ગભારાની સામેના ગભારામાં આરસની ૨૨ મુર્તિઓ છે. તે ગભામાં મૂળનાયક શ્રી ચંદ્રપ્રભસ્વામી છે. આરસની ૧ નાની ચૌમુખ પ્રતિમા છે.
ભમતીમાં જીદ્ધાર થયો છે. તેમાં ૧૭ દેરીઓ છે અને તેમાં ૬૫ આરસ પ્રતિમાઓ છે.
સભામંડપના ગોખલામાં ૩ આરસની મૂર્તિઓ છે.
વારાહીવાળા અહીં કન્યા પરણાવવા આવે ત્યારે રૂા. ૯ આ દેરાસરના ભંડારમાં નાખે એવો કર છે. ૪. શ્રી ગેડી પાશ્વનાથ ભવનું દેરાસર
પરામાં આવેલ ગેડીના દેરાસરની ખડકીમાં આ મંદિર આવેલું છે. અગાઉ આ મંદિર લાકડાનું હતું. તે જીર્ણ થવાથી દેવદ્રવ્યના પૈસામાંથી ઉદ્ધાર કરાવ્યું. સં. ૧૯૬૧ના કાર્તિક સુદ ૭ ને સોમવારે દેરાસર ઉતરાવ્યું અને સં. ૧૯૬૧ના માગશર સુદ ૫ ને સોમવારે વિજયગચ્છની પેઢો તરફથી શા. ચતુર વખતચંદ મારફત જશદ્વાર કરાવવાને પ્રારંભ કર્યો.
દેરાસર ઘૂમટવાળું અને પથ્થરથી બાંધેલું છે. ભમતી બનાવી છે પણ તેમાં પ્રતિમાજી નથી. મંદિરનું મુખ પશ્ચિમ દિશામાં છે ને
"Aho Shrut Gyanam"