________________
વળી, “રાધનપુર ડિરેકટરી' પૃ૦ ૯૪ માં જણાવ્યું છે કે, “તેની (ભીલેટ દરવાજાની) નજીકમાં શ્રાવકેનું વરખડીનું કહેવું છે અને તેમાં ગડીયા પાર્શ્વનાથનાં પગલાં છે. પગલાંની આજુબાજુ લેખ કેરેલે છે, પણ તે પૂર વાંચી શકાતો નથી. ફક્ત સં૧૮૦૧ની સાલને આંકડે દેખાય છે, એટલે તે વરસમાં આ દેરું બંધાયું હોય એમ જણાય છે કહે છે કે, ગેડીયા પાર્શ્વનાથને પારકરના વાણિયા શા. મેધે તથા તેનો સાળો (કાજળ બ્રા.) રૂની ગાંસડીમાં ઊંટ ઉપર લાદીને લઈ જતા હતા તે શહેરને પાધર તર્યા. શહેરના દાણીએ દાણ લેવા માટે ઊંટોની ગણતરી કરવા માંડી તો એક વખત કોઈ સંખ્યા ગણાઈ અને બીજી વખત તેથી ઓછીવતી થઈ મતલબ, નિશ્ચય થઈ શક્યો નહીં. તેને રાતમાં પર દેખાવો એટલે ગાંસડી ખેલી. ગેડીયા પાર્શ્વનાથ અલો૫ થયેલા જણાયા. તેથી તે જગેએ બંધ દેરી તથા પડથાર બનાવ્યું. અંદર વરખડીના ઝાડ સબબે “વરખડી ' કહેવાય છે.'
કાર્તિક સુદિ એકમના દિવસે અહીં સાગરગચ્છની પેઢો તરફથી ધજા ચડાવવામાં આવે છે. ૨. શ્રી કુંથુનાથ ભનું દેરાસર
આ મંદિર પરામાં આવેલું છે. મંદિર ઘુમટબંધી છે અને તેમાં ભમતી નથી મૂળ ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભ૦ છે. મૂળનાયક સહિત આરસની પ્રતિમા ૫, ધાતુની પ્રતિમા ૧ તથા ૧ ગટો છે. અહીં ગૌતમસ્વામીની ધાતુમૂર્તિ છે. મંદિરની પાસે નાનો બગીચે છે.
આ મંદિર ભાભરવાળાનું કહેવાય છે. દંતકથા છે કે, ભાભર ભંગ્યું ત્યારે મૂળનાયકની પ્રતિમા ભાભરથી અહીં લાવવામાં આવી સં. ૧૮૬૯ પછી આ દેરાસર બાંધવામાં આવ્યું. મંદિરને વહીવટ વિજ્યગ૭વાળા કરે છે. ૧. મેઘા શાહે રૂ. ૫૦૦) માં પાટણથી ગાડી પાર્શ્વનાથની પ્રતિમા લીધી હતી,
તે તેમણે રૂના ધોકડામાં બાંધી હતી અને તેના કારણે પણ મળે, એમ પણ જાણવા મળે છે,
"Aho Shrut Gyanam"