________________
શિખરબંધી છે. મૂળ ગભારામાં મૂળનાયકનું જુદું પડેલું પરિકર છે. પરિકર દ્રવાળું તથા બે કાઉસગયા સહિત છે. ભમતીમાં બે કાઉસગયા છે. આમાં આરસની ૧૪ અને ધાતુની ૪૬ પ્રતિમાઓ છે. એક એકવીશી અને એક આરસની ફણા છે, તે પ્રાચીન જણાય છે.
સં. ૧૯૬૨ના શ્રાવણ સુદ ૧ ને સોમવારના રોજ મૂળનાયક તેમજ કંદર્પદેવીની પ્રતિષ્ઠા કરવામાં આવી, અને શિખર ઉપર વજદંડ ચડાવવામાં આવ્યું. આ૦ શ્રી વિજયવીરસૂરિના શિષ્ય પં લાભવિજયજીએ પ્રતિષ્ઠા કરી હતી.
મૂળ મંદિર કોણે કરાવ્યું અને કયારે તેની પ્રતિષ્ઠા થઈ એ સંબંધી કોઈ ઉલેખ જાણવા મળ્યો નથી.
ખડકીમાં આગળ ધરણેદ્રસૂરિનાં પગલાંવાળી દેરી છે. ૫. શ્રી કુંથુનાથ ભનું દેરાસર
કડવામતીની શેરીમાં આદીશ્વર ભ૦ના દેરાસરની લગોલગ આ મંદિર આવેલું છે. રાધનપુરવાસી વેરા ડામરશી સજાણે પોતાના દ્રવ્યમાંથી આ નવું મંદિર બંધાવી સં. ૧૯૪૨ ના ફાગણ સુદ ૩ ના રોજ પ્રતિષ્ઠા કરાવી છે ને મંદિર કડવાગચ્છને સેપ્યું છે. મંદિર પૂર્વમુખનું અને શિખરબંધી છે. મંદિરમાં ભમતી નથી પાયામાંથી પાણી કાઢયું નથી, કેમકે તેના અગાઉના પાયા જૂના અને મજબૂત ચૂનાબંધી હતા. આમાં આરસની ૧૯ અને ધાતુની ૧ પંચતીથી અને ચોવીશીની ૧ પ્રતિમા છે. ૬. શ્રી આદીશ્વર ભ૦નું દેરાસર
કડવામતીની શેરીમાં આ શિખરબંધી મંદિર આવેલું છે. પ્રથમ આ મંદિર લાકડાનું બાંધેલું હતું. સં. ૨૦૧૦માં કડવાગછ તરફથી આ મંદિરને દ્ધાર થયા છે. આખુયે મંદિર આસપાષાણુથી બધેિલું છે. મંદિરમાં ત્રણ ગભારા છે. ભમતી નથી.
"Aho Shrut Gyanam"