________________
૯. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ ભ૦નું દેરાસર છે. આ મંદિર દેસાઈવાસમાં આવેલું છે. મંદિર એક ગભારાનું ઘૂમટબંધી છે. મંદિરનું ખાતમુહૂર્ત રાધનપુર નિવાસી શેઠ હકમચંદ કસળચંદ દોશીએ સં. ૧૯૧૪ના માગશર સુદ ૩ ને ગુરુવારે કર્યું હતું. મંદિર ઉત્તરમુખ બંધાવવામાં આવ્યું છે. પિતાના ન્યાયપાજિત દ્રશ્યમથી આ મંદિર બંધાવીને તેની પ્રતિષ્ઠા તેમના સુપુત્રે શેઠ સૂરજમલ તેમજ ગુલાબચંદભાઈએ મળીને સં. ૧૯૧૬ના વૈશાખ સુદ ૪ ના દિવસે કરાવી. મૂના૦ ની પ્રતિમાની અંજનશલાકા શેઠ હુકમચંદ કસળચંદે સં. ૧૯૦૩ માં કરાવી હતી.
સં. ૧૯૫૯ ના વિશાખ સુદ ૮ ને સોમવારના રોજ કલ્યાણ પાર્શ્વનાથના દેરાસર ઉપર નવીન વજાદંડ ચડાવવામાં આવ્યું અને સં. ૧૯૬૧ના જેઠ સુદ ૧૩ ને ગુરુવારના રોજ ભમતીમાં નવી દેરીએ કરાવીને પ્રભુજીની પ્રતિષ્ઠા કરાવવામાં આવી છે.
મૂળનાયક સાથે ગભારામાં આરસની છે અને ધાતુની ૫ મૂર્તિઓ છે. ભમતીના ૨૩ ગોખલાઓમાં આરસની ૨૩ મૃતિઓ છે. ભમતીમાં પેસતાં સામેના એક મોટા જૂદા ગોખલામાં શ્રી સીમંધરસ્વામીની મૂર્તિ છે, તેની પ્રતિષ્ઠા સં. ૧૯૯૦માં થઈ છે.
આ મંદિરની વર્ષગાંઠ પ્રતિ વર્ષ વૈશાખ સુદ ૪ ના રોજ ઉજવવામાં આવે છે.
મંદિરમાં પ્રભુજીની સામેની દિવાલમાં શેઠ કમળશીભાઈનાં માતુશ્રી મેનાબાઈને ફેટે છે.
આ મંદિમાં શેઠ ગુલાબચંદભાઈના સુપુત્ર શેઠ કમળશીભાઈએ ભ૮ પાર્શ્વનાથના દશ ભાવ, નંદીશ્વર તેમજ પંચકલ્યાણકની ચિત્રમય રચના કરાવી હતી તે આજે પણ મૌજુદ છે. વળી, સં. ૧૯૬૦-૬૧માં શેઠ કમળશીભાઈ એ ઈલાચીકુમારની આબેહૂબ રચના કરાવેલી હતી તે જોવાને લેકે દૂર દૂરથી આવતા હતા.
[ ૯
"Aho Shrut Gyanam"