Book Title: Pruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Author(s): Manilal Nyalchand Shah
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
એકવીશ ભવને નેહસંબંધ
૧૭ પનું આ અદભૂત કાર્ય કરનારની આપે બરાબર ખબર લેવી કેમ ખરૂને દત્તકુમાર?”
“તમે મંત્રીઓ પણ બહુ જબરા! બ્રહસ્પતિ સરખા તમે જે પક્ષ વાત બને છે તે જેએલાની માફક પ્રત્યક્ષ કહી સંભળાવો છો, નહિ દેખ્યા કે સાંભળ્યા છતાં આપે યથાર્થ વાત કહી સંભળાવી. એ જેવી તેવી વાત છે કઈ? દત્તકમાર મંત્રીની બુદ્ધિનાં વખાણ કરતાં બોલ્યો. બધા એક બીજાના ગુણને જેનારા હતા.
“ખરેખર દત્ત ઘણા ગંભિર મનવાળે છે. તેમ જ મંત્રી! તમે પણ સુરાચાર્ય જેવા બુદ્ધિમાન છે, માટે તમે હવે યુદ્ધ નિવારીને જયસેનકુમારના સ્વાગત માટે જે ઉચિત હોય તે કરે,
મંત્રીઓને જયસેનકુમારનું સ્વાગત કરવા તેમજ તેમના સુભટ વગેરેની વ્યવસ્થા કરવાનું ફરમાવી રાજા રાજમહેલમાં ગયા, રાજાના હર્ષને પાર ન હતું, આજનો દિવસ એને મન અપૂર્વ હતો. બે દિવસ થયાં પ્રિયા કલાવતીને મેળવવા માટે રાજા અનેક ઉપાય ચિંતવતે પણ તેને કાંઈ સુઝતું નહિ. આજે અણધાર્યો બનાવ બનવાથી રાજાને તે અવર્ણનીય હર્ષ હતું, ઉલ્લાસ હતે. દૂર રહેલી પ્રિય વસ્તુ આજે ચાલી ચલાવી કદમ આગળ સુકી પડતી હતી, ભાગ્યની તે બલિહારી કાંઈ !
ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે માનવી આકાશ પાતાળ એક કરી નાખે છે, અનેક ધમપછાડા કરવા છતાંય ભાગ્યરહીન માનવીને ઉપરથી જુત્તા પડે છે. મહેનત બરબાદ જાય છે ને હાથનાં કર્યા હૈયે વાગે છે, છતાં ઈષ્ટ વસ્તુનું દર્શન પણ થતું નથી, તપ્ત અને તાજે ડલ થતાંય અભિલષિત વસ્તુની પ્રાપ્તિ દૂર જ રહે છે. કવચિત ભાગ્યવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com