________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૯: ૨૩ એ કષાયોનો સમૂહું જે ભાવકભાવ વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે. અહીં તો “જીવ' કહેવો છે ને...? (ભાવકભાવ) “વ્યક્ત' છે. એમાં કહી તો દીધું કે આત્માથી, ભાવકભાવ વ્યક્ત અર્થાત્ બાહ્ય છે. હવે તો તે “બાહ્ય” થી, એ ભગવાન આત્મા અંદરમાં “ભિન્ન” છે. આહા... હા !
એ કષાયનો ભાવ, ભાવકભાવ, અજીવ, ભાવક અને ભાવ-પર્યાય, તે બધા “અજીવ ” છે. આહા... હા! અને ભગવાન (આત્મા), તેનાથી (“અજીવ') થી ભિન્ન, અંદર છે. જેને અહીંયાં ભાવકની-વ્યક્તની અપેક્ષાએ, “અવ્યક્ત' કહ્યો છે. છે તો એ અંદર પ્રગટરૂપે. અવ્યક્ત” નો અર્થ એ કે વ્યક્ત” થી બાહ્ય-ભિન્ન છે, એ અપેક્ષાએ અવ્યક્ત'. બાકી વસ્તુ તો અંદર વ્યક્ત-પ્રગટ જ છે. આહા... હા!
અતીન્દ્રિય આનંદકંદપ્રભુ (આત્મા) ! અનંત અતીન્દ્રિય જ્ઞાન-આનંદ, અતીન્દ્રિય અનંત સ્વચ્છતા, પ્રભુતા; એવી એકેક શક્તિમાં અનંત શક્તિનું રૂપ અને એવી બીજી અનંતી શક્તિઓનાં અનંતરૂપ એવી અનંતરૂપ શક્તિનો પિંડ (એવો) પ્રભુ, એ શુભભાવ-ભાવકથી તદ્દન ભિન્ન છે. એ (પ્રભુ) અવ્યક્ત છે. તે જ સમ્યગ્દષ્ટિને-ધર્મીને ઉપાદેય છે. આહા... હા ! સમજાણે કાંઇ ઈ ? (શ્રોતા:) એક-બે વાર આપ કહો, એમાં સમજાય નહીં. (ઉત્તર) ઝાઝી વાત કયાં છે? બે-ત્રણ-ચાર વાર તો આવે છે. તો આવે છે. ભલે ફેરફેર ભાષા બીજી આવે, પણ ભાવ તો એ જ રહે છે.
(સમયસાર) ગાથા-૩૨, ૩૩માં તો એક કહ્યું ને....? કેઃ ભાવક છે કર્મ, અને એની (આત્માની) વિકારી પર્યાય છે ભાવ્ય. ૧૩મી ગાથામાં પણ એ કહ્યું કે વિકાર કરવાવાળું કર્મ, અને વિકાર થવા લાયક જીવની પર્યાય. તો એક જીવને એકલાને નવતત્ત્વ ઉત્પન્ન થતાં નથી. બીજાનો સંબંધ હોય તો બે થાય. “એકડે એક” ને “બગડે બે'. એક જ ચૈતન્યસ્વરૂપમાં તો કોઈ બગાડ છે જ નહિ. ચૈતન્યસ્વરૂપ, જે અજીવ જે અચેતન કર્મ છે એનું લક્ષ અર્થાત્ સંગ કરે તો બગાડ ઉત્પન્ન થાય છે. સમજવામાં આવ્યું?
અહીં અમૃતચંદ્ર આચાર્ય થોડા શબ્દોમાં ઘણું દીધું છે! જ્ઞયમાં “વ્યક્ત” કહીને, શાયકને અવ્યક્ત” કહ્યો હતો, તે ત્યાં સામાન્ય રીતે કહ્યું હતું. પણ કોઈ ન સમજી શકે તેથી પછી અહીં ખુલ્લુ કરી દીધું કેઃ જેટલા શુભ-અશુભ ભાવ છે, તે ભાવકનો ભાવ છે, કર્મનો ભાવ છે, અજીવનો ભાવ છે; તે જીવનો ભાવ નથી. “અજીવ અધિકાર” ચાલે છે ને...! આહા... હા ! ગજબ વાત છે!! વ્યવહાર રત્નત્રય, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા અને પંચ મહાવ્રતના પરિણામએને અજીવમાં નાખ્યાં છે. આહા... હા! પ્રભુ! એ અજીવમાં કેમ? કે ભગવાન (આત્મા) તો ચૈતન્ય-આનંદસ્વરૂપ છે ને...! તો ચૈતન્ય અને આનંદ ભગવાન, વ્યવહાર રત્નત્રયમાં આવ્યો નહીં. અહીં તો ચૈતન્ય અને આનંદ તે આત્મા. તો (પોતાનો) ચૈતન્ય અને આનંદ જેમાં નથી (તે, અજીવ).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com